કાનપુર : વિકાસ દુબેના સંબંધી અમર દુબેનું હમીપુરમાં એન્કાઉન્ટર, વિકાસ માટે ખંડણી ઉઘરાવતો હતો.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કાનપુર. હમીપુરમાં પોલીસે માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર વિકાસ દુબેના સંબંધી અમર દુબેનું એન્કાઉન્ટર કર્યું છે. વિકાસ અને અમર એક-બીજા પર આંખ બંધ કરીને ભરોસો કરતા હતા. અમરને વિકાસનો જમણો હાથ માનવામાં આવતો હતો. અમર નિશાન ટાંકવામાં પારંગત હતો, જોકે તે આજે પોતે જ પોલીસનું નિશાન બન્યો છે. તેના દાદીએ કહ્યું કે મારા પૌત્રએ મારી વાત માની હોત તો કદાચ તેને માર નાખવામાં આવ્યો ન હોત.

અમર દુબે મંગળવારે રાતે મૌદાહ વિસ્તારના ખતરા ગામમાં રહેતા તેના સંબંધી નરોત્તમ દિક્ષિતના ઘરે પહોંચ્યો હતો. સંબંધી તેને ઘરે પરત ફરવાનું કહેતા હતા પરંતુ તે રાતના ૧૦ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી ત્યાં જ રહ્યો હતો. સવારે તે જેવો ત્યાંથી નીકળ્યો કે તરત જ પોલીસે તેનું એન્કાઉન્ટર કર્યું હતું.

પોલીસે અમરની ઘણી વખત ધરપકડ કરી હતી. જોકે વિકાસની ઓળખાણને પગલે તે છુટી જતો હતો. ગામના લોકોએ જણાવ્યું કે વિકાસે શરાબના ઠેકાઓ પાસેથી પૈસાની ઉંધરાણી કરવાનું કામ અમરને સોંપ્યું હતું. અમરની વિરુદ્ધ ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં ૫ કેસ નોંધાયા છે. તે મૂળ શિવાલી વિસ્તારનો હતો પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બિકરુ ગામમાં રહેતો હતો. ઔરૈયામાં દિબિયાપુર હાઈવે પર રવિવારે એક કાર મળી હતી. કારમાં અમરના ડોક્યુમેન્ટ્સ મળ્યા, જેની પરથી ખ્યાલ આવ્યો કે લખનઉમાં પણ તેનું ઘર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.