કાનપુર શૂટઆઉટ : વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કાનપુરના બિકરુમાં થયેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે તે મહાકાલ મંદિરમાં દર્શન માટે ગયો હતો. ઉતર પ્રદેશ પોલીસની ટીમ તેને છેલ્લા છ દિવસથી શોધી રહી હતી. દિગ્વિજયે ટ્વિટ કર્યું છે કે આ ઉતરપ્રદેશ પોલીસના એન્કાઉન્ટરથી બચવા માટેનુ પૂર્વ આયોજિત સરન્ડર લાગી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે મધ્યપ્રદેશ ભાજપના એક વરિષ્ઠ નેતાના સહકાર આ શકય બન્યું છે.

એમ કહેવાઈ રહ્યું છે કે મહાકાલ મંદિરની સિક્યુરિટી ટીમે તેને શંકાસ્પદ જાણીને પકડી લીધો હતો. પછી આ અંગે મહાકાલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે બીજી તરફ એમ પણ કહેવાઈ રહ્યું છે કે વિકાસ મહાકાલ મંદિર પરિસરમાં પહોંચ્યો અને બૂમો પાડવા લાગ્યો કે હું વિકાસ દુબે છું, પછીથી સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો અને પોલીસને માહિતી આપી. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ગેંગસ્ટર વિકાસ દુબે મધ્યપ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. તેના વિશે કઈ પણ કહેવું યોગ્ય નથી.

પોલીસે બુધવારે જ વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટ કરી દીધું હતું. અમર હમીરપુરમાં છુપાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના 5 લોકો એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. વિકાસની તપાસમાં યુપી સિવાય દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. વિકાસ મંગળવારે ફરીદાબાદની એક હોટલમાં દેખાયો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ તે ભાગી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.