Video/ મસ્તી કરવી યુવતીને ભારે પડી, ત્રીજા માળેથી હાથ છટકી જતા મહિલાનું દર્દનાક મોત
રીલનો વધતો જતો ક્રેઝ ક્યારેક જીવલેણ પણ બની જાય છે. આવો જ એક કિસ્સો મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલીમાંથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુંબઈની બાજુમાં આવેલા ડોમ્બિવલીમાં ગ્લોબ સ્ટેટ બિલ્ડિંગમાં એક મહિલા તેના મિત્ર સાથે પ્રૅન્ક રમતી વખતે બિલ્ડિંગના ત્રીજા માળેથી પડી ગઈ, જેના કારણે તેનું દર્દનાક મોત થઈ ગયું. મૃતક મહિલાની ઓળખ નગીના દેવી મંજીરામ તરીકે થઈ છે.
महाराष्ट्र के ठाणे जिले में सामने आई चौकाने वाली घटना
ठाणे के कल्याण – डोंबिवली में दोस्तों के साथ मजाक करते वक्त हुआ हैरान कर देने वाला हादसा..
दोस्तों से मजाक करने के दौरान एक महिला की बिल्डिंग की तीसरी मंजिल से गिरकर मौत हो गई.#Maharashtra pic.twitter.com/NPmJrt84e5
— Vivek Gupta (@imvivekgupta) July 17, 2024
પોલીસે એડીઆર નોંધી
માનપાડા પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને કેસની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ્ડિંગના ત્રીજા માળે મહિલા તેના મિત્ર સાથે હસી રહી છે અને મજાક કરી રહી છે ત્યારે અચાનક તે ત્રીજા માળેથી નીચે પડી ગઈ છે. તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેનો એક મિત્ર પણ આ ઘટનામાં બચી ગયો હતો. જેને ત્યાં ઉભેલા લોકોએ બચાવ્યો હતો.
નગીના દેવીને તેમના પરિચિતો દ્વારા ગુડિયા દેવી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તે બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે કામ કરતી હતી. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. પોલીસ હવે દરેક એંગલથી આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે શું મહિલા મસ્તીનાં કારણે નીચે પડી ગઈ છે કે. હાલમાં સીસીટીવી વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ અકસ્માત છે.