ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે.જે ચૂંટણી રાજગના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગરેટ અલ્વા વચ્ચે છે.ત્યારે સંસદ ભવનમાં મતદાન કરવા માટે સાંસદોની લાંબી કતારો જોવા મળી રહી છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા મતદાન કરી ચૂક્યા છે.ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે.જો કોઈ કારણસર રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો ઉપરાષ્ટ્રપતિ તેની જવાબદારીઓ પણ સંભાળે છે.ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મતદાન કરે છે.આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે.જે ચૂંટણીમાં કુલ 788 વોટ પડી શકે છે.જેમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 243 સભ્યો મતદાન કરે છે.જેમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને ડીએમકે સાંસદ દયાનિધિ મારન અને તિરૂચી સિવાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદમાં મતદાન કર્યું.આ સિવાય ગૃહપ્રધાન અમિત શાહ,કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી,કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું.કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને અશ્વિની વૈષ્ણવે સંસદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો છે.ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે રક્ષામંત્રી રાજનાથ સિંહ,કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મતદાન કર્યુ.માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં મતદાન કર્યુ છે.રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે પણ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંસદમાં મતદાન કર્યુ.કેન્દ્રીય જળ શક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય સંસદીય કાર્ય અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યુ.ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન સવારે 10 વાગ્યાથી શરૂ થયુ છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.જે બાદ તેની મતગણતરી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.