
ઉત્તરાખંડની શાળાઓમાં બાળકોને વાયરલ ફીવર થયો
ઉત્તરાખંડના પહાડોમાં ફરીએકવાર વાયરલ ફીવર શાળાના વિદ્યાર્થીઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.જેમાં અલ્મોડા સોમેશ્વર વિસ્તારની બે શાળાઓમાં 42 જેટલા બાળકો વાયરલ ઇન્ફેક્શનથી પીડિત છે.જેમાં 14 બાળકો ગંભીર છે જેમને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.જે અંગે સ્કૂલ મેનેજમેન્ટની સૂચના પર આરોગ્ય વિભાગની ટીમ જીઆઈસી સલોજ હાઈસ્કૂલ સોમેશ્વર પહોંચી હતી,જ્યાં સલોજમાં 70 જેટલા બાળકોના આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા,જેમાંથી 24 બાળકો શરદી તેમજ તાવથી પીડાતા જોવા મળ્યા હતા.આમ આ હાઈસ્કૂલમાં 80 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી,જેમાં 14 બાળકો બીમાર જણાવવામાં આવ્યા હતા.ત્યારે બાળકોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.આ સિવાય અન્ય નિવારક પગલાં પણ જણાવવામાં આવી રહ્યા છે.બીજીતરફ ઉત્તરાખંડ સરકારે બાળકોના ખભા પરથી બેગનો બોજ ઓછો કરવાનો નિર્ણય લીધો છે.ત્યારે આગામી શૈક્ષણિક સત્ર 2023-24માં, ધો.1 અને 2ના વિદ્યાર્થીઓ પાસે તેમની સ્કૂલ બેગમાં માત્ર ગણિત અને ભાષાના પુસ્તકો હશે.