
અમેરિકી રાષ્ટ્રપતિ બાયડને ઓડિશા ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.જે અંગે રાષ્ટ્રપતિ બાયડને કહ્યુ હતું કે પ્રથમ અમેરિકી મહિલા ડો.ઝિલ બાયડેન અને તેઓ ભારતમાં સર્જાયેલા ભીષણ ટ્રેન અકસ્માતથી હતપ્રભ છે.ત્યારે તેઓએ આ અંગે કહ્યુ હતુ કે અમારી પ્રાર્થના એ લોકો માટે છે જેમણે આ ભયાનક ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા અને અનેક લોકો ઘવાયા. જે અંગે બાયડેનની સાથે સાથે વિશ્વના અનેક નેતાઓએ આ દુર્ઘટના અંગે ભારત પ્રત્યે એકજૂટતા અને સહાનુભૂતિ વ્યક્ત કરી ચૂક્યા છે.ઓડિશામાં કોરોમંડલ એક્સપ્રેસ સાંજે બાલાસોર નજીકમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.તેની સાથે અન્ય એક માલગાડી અને એક ટ્રેનનો પણ અકસ્માત થયો હતો.ત્યારે આ દુર્ઘટનામા 288 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.