
અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન ઈલોરા ગુફાઓની મુલાકાત લેશે
વર્તમાનમા અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે પહોંચ્યાં હતાં.જેમા તેઓ વિશ્વ વિખ્યાત ઇલોરા ગુફાઓની મુલાકાત લેશે.જે પ્રવાસમાં તેઓ દેશના 12માં જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વર મંદિર તેમજ ઈલોરા ગુફાની મુલાકાત લેશે.ઔરંગાબાદની મુલાકાત દરમ્યાન હિલેરી ક્લિન્ટનની સુરક્ષા માટે લગભગ 100 જેટલા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે.ક્લિન્ટને સદગત કાર્યકર્તા ઈલા ભટ્ટ દ્વારા સ્થાપિત સેલ્ફ એમ્પ્લોઈડ વુમન્સ એસોસિએશન સાથે સહયોગમાં આબોહવા પરિવર્તન સામે લડવા માટે મહિલાઓ માટે 50 મિલિયન ડોલરના વૈશ્વિક ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડની જાહેરાત કરી હતી.ત્યારે આ ફંડ મહિલાઓ અને સમુદાયોને આબોહવા પરિવર્તન સામે લડવા માટે સશક્ત બનાવશે અને આજીવિકાના નવા સંસાધનો અને શિક્ષણ પ્રદાન કરવામાં મદદ કરશે તેમ જણાવ્યું હતું.