અમેરિકામાં સ્કુલો ખૂલતા કોરોના બેકાબુ બન્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકામાં સ્કુલો ખુલતા કોરોનાએ બાળકોને ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં બાળકોમાં સંક્રમણની ગતિમાં ગત બે સપ્તાહની તુલનામાં 32 ટકાનો વધારો થયો છે. જેમાં 11 થી 18 નવેમ્બર દરમિયાન 1,41,905 જેટલા બાળકો સંક્રમીત થયા છે. બાળકોનું રસીકરણ કરવું કે નહીં તે મામલે અમેરિકામાં માતા-પિતાના મતમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. જ્યાં 50 ટકા માતા-પિતા બાળકોના રસીકરણની તરફેણમાં છે, જ્યારે 50 ટકા તેની વિરૂધ્ધ જોવા મળી રહ્યા છે. જેની અસર બાળકોના રસીકરણમાં પડે છે. જ્યારે બીજીતરફ અમેરિકાના 6 રાજ્યોમાં કોરોનાથી એકપણ બાળકનું મૃત્યુ થયું નથી. અમેરિકામાં બાળકોમાં કોરોનાથી મોતનો દર 0.1 ટકા છે જે રાહતની વાત છે. અમેરિકામાં અત્યારસુધીમાં કોરોનાથી 636 બાળકોના મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.