
અમેરિકામાં વિશ્વનો પ્રથમ રોબોટ વકીલ તૈયાર કરવામાં આવ્યો
વર્તમાનમાં અમેરિકામાં વિશ્વનો પ્રથમ એ.આઈ ટેકનોલોજીથી સંચાલિત રોબોટ વકીલ બનાવી દેવામાં આવ્યો છે.અત્યારે આ ઓવર સ્પીડિંગ સાથે જોડાયેલા મામલે કાનૂની સલાહ આપશે.યુએસ-આધારિત સ્ટાર્ટઅપ ડુ નોટ પે એ આને બનાવ્યો છે.ત્યારે આગામી ફેબ્રુઆરીથી અમેરિકી કોર્ટમાં ચર્ચા કરશે.આમ ડુ નોટ પેના સંસ્થાપક અને સીઈઓ જોશુઆ બ્રાઉનરનું કહેવુ છે કે કાયદો લગભગ કોડ અને ભાષાનું ભળતુ સ્વરૂપ છે.તેથી આમાં એ.આઈનો એકદમ ચોક્કસ ઉપયોગ કરવામાં આવી શકે છે.આમ આ પ્રથમવાર હશે કે એ.આઈ આધારિત એક રોબોટ વકીલ તરીકે વાસ્તવિક કોર્ટમાં દલીલ કરશે.જેમાં કંપનીનો દાવો છે કે તેમનો રોબોટ સ્માર્ટફોન પર ચાલે છે.જે કોર્ટની કાર્યવાહીને સાંભળ્યા બાદ પ્રતિવાદીઓને આદેશ આપશે કે કેવી રીતે એક ઈયરપીસના માધ્યમથી જવાબ આપવામાં આવે જેમાં તે જણાવશે કે કેવી રીતે દંડ અને અન્ય દંડની ચૂકવણી કરવાથી બચી શકાય.આમ ઈન્ટરનેટ એક્સેસવાળા ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટના ઉપયોગની સામાન્ય રીતે અમુક દેશોની કોર્ટમાં પરવાનગી આપવામાં આવતી નથી.ત્યારે અમેરિકી સુપ્રીમ કોર્ટે કોર્ટમાં ઈલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.