વર્તમાનમાં અમેરિકા યુક્રેનને 90 સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ આપશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રશિયા સામે યુક્રેનને નિર્ણાયક રીતે જંગ જીતવા અમેરિકા તથા યુરોપના દેશો આગામી સમયમાં શસ્ત્ર સહાય કરે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.ત્યારે અમેરિકાએ યુક્રેન માટે 90 સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ યુક્રેન મોકલવાની જાહેરાત કરી છે અને તેના કારણે યુક્રેનને રશિયાના હુમલાનો જવાબ આપવા માટે મહત્વની મદદ મળી રહેશે.ત્યારે જર્મનીમાં યુક્રેનને વધુ મદદ માટેની બેઠક નાટો સંગઠનની મળી રહી છે તે પુર્વે જ અમેરિકાએ આ જાહેરાત કરીને જર્મની સહિતના દેશો યુક્રેનને વધુ લશ્કરી સહિતની મદદો કરે તે જોવા માટે પ્રોત્સાહન આપશે.જેમાં નાટોના ડિફેન્સ મીનીસ્ટરની જાહેરાત મુજબ જર્મની ખાતેના અમેરિકી એરબેઝ પરથી 90 સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ શકય તેટલી ઝડપથી યુક્રેનને મોકલી આપવામાં આવશે.જેમાં અમેરિકા પ્રથમવાર આ પ્રકારના અતિ આધુનિક લડાયક વાહનો યુક્રેનને આપી રહ્યું છે.જેમાં ડેનમાર્કે પણ 19 ફ્રાન્સ નિર્મિત હોવિત્ઝર તોપ મોકલવાની જાહેરાત કરી છે,જે દારૂગોળાના પુરવઠા સાથે કિવ ખાતે પહોંચશે.આ પ્રકારની તોપ એ આપમેળે લોડેડ થાય તેવી સુવિધા છે અને તે ઉપરાંત અન્ય શસ્ત્રો પણ મોકલાશે.જયારે બ્રિટને ચેલેન્જર-ટુ બેટલ ટેન્ક પુરી પાડવાની જાહેરાત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.