
બ્રિટનમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન હોબાળો, હિન્દુ પૂજારી સાથે અભદ્ર વર્તન
બ્રિટનમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન હંગામાની એક ઘટના સામે આવી છે. અહીં હિંદુ પૂજારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને તેને પોલીસે ધક્કો માર્યો હતો. બાદમાં બ્રિટિશ પોલીસે આ ઘટના અંગે સ્પષ્ટતા આપી હતી. પોલીસનું કહેવું છે કે ઈમરજન્સી વર્કર પર હુમલો કરવા બદલ 55 વર્ષીય વ્યક્તિ (પુજારી)ની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બ્રિટિશ પોલીસે બુધવારે જણાવ્યું કે, મામલો લેસ્ટર શહેરનો છે. વાયરલ વીડિયોમાં, ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન કથિત રીતે ભારતીય મૂળના પુરુષો અને મહિલાઓના જૂથ અને પોલીસ અધિકારી વચ્ચે ઝઘડો જોવા મળે છે. પોલીસે કહ્યું કે ધાર્મિક તહેવાર માટે પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ સોમવારે એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેને મંજૂરી આપવામાં આવી ન હતી. આ સંબંધમાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભીડ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે એક ઇમરજન્સી કર્મચારી પર હુમલો થયો. પોલીસે જણાવ્યું કે સોમવારે સાંજે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.
વાસ્તવમાં, ગણેશ ચતુર્થીના દિવસે પ્રવાહી ગ્રુપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ કથિત રીતે હિન્દુ પૂજારી સાથે ગેરવર્તન કર્યું હતું અને તેને ધક્કો માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ પોલીસ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે.
‘ઇમરજન્સી વર્કર પર હુમલો કરવાનો આરોપ’
યુકે કોમ્યુનિટી ગ્રુપે ટ્વીટ કરીને કહ્યું કે, ગણેશ ચતુર્થીની ઉજવણીમાં વિક્ષેપ પડ્યો છે. લેસ્ટર શાયર પોલીસના સાર્જન્ટ એડમ અહેમદે હિન્દુ પૂજારીને ધક્કો માર્યો છે. દરમિયાન, લેસ્ટરશાયર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 18 સપ્ટેમ્બરના રોજ લેસ્ટરના બેલગ્રેવ રોડ પર ઇમરજન્સી વર્કર પર હુમલો કરવા બદલ 55 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યો હતો.
Tags atteck ganesha ji india Rakhewal uk