આગામી સી.બી.આઈ ડાયરેક્ટર કર્ણાટકના ડીજીપી બનશે
કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદની સીબીઆઈના નવા ડિરેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે.કેન્દ્રીય કર્મચારી,જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે સૂદની નિમણૂકનો આદેશ જારી કર્યો છે.જેમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સત્તા સમિતિએ ગઈકાલે ત્રણ આઈ.પી.એસ અધિકારીઓના નામ શોર્ટલિસ્ટ કર્યા હતા.જેમાંથી કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદની સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચુડ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીરરંજન ચૌધરી સામેલ હતા.આ કમિટી જ સી.બી.આઈના નવા ચીફની પસંદગી કરે છે. અધીર રંજન ચૌધરીએ બેઠક દરમિયાન પ્રવીણ સૂદની નિમણૂકનો વિરોધ કર્યો હતો છતાં આખરે સૂદને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.