ઉ.પ્રની આગામી વિધાનસભા ચૂંટણી માટે સપા અને આરએલડીએ હાથ મિલાવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તરપ્રદેશના મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટીએ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં મજબૂત પક્કડ ધરાવતા જયંતસિંહના આરએલડી સાથે જોડાણ કર્યુ છે. અખિલેશ આ ઉપરાંત આપના ઉત્તરપ્રદેશ ઇનચાર્જ સંજયસિંહ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. આ સાથે સપાએ સત્તા પર આવે તો મૃત્યુ પામેલા ખેડૂતોને રૂ.25 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. આમ આ જોડાણના પગલે રાષ્ટ્રીય લોકદળ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં 35 થી 37 બેઠક પર લડી શકે છે. પરંતુ આરએલડીએ વિધાનસભા ચૂંટણીમાં 45 બેઠકની માંગ કરી હતી પરંતુ અખિલેશ 25થી વધુ બેઠક આપવા રાજી ન હતા. છેવટે બંને નેતાઓ મળતા 35 આસપાસની બેઠક પર સહમતી સધાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.