ઉત્તરપ્રદેશના ડીજીપી મુકુલ ગોયલને પદ પરથી દૂર કરવામા આવ્યા
ગયા વર્ષે જૂનમાં ઉત્તરપ્રદેશ પોલીસની કમાન સંભાળનારા ડીજીપી મુકુલ ગોયલને 11 મહિનામાં જ હટાવી દેવામાં આવ્યા છે.મુકુલ ગોયલને સિવિલ ડિફેન્સના ડીજી બનાવવામાં આવ્યા છે.યુપી સરકારે મુકુલ ગોયલને ડીજીપીના પદ પરથી હટાવવા પાછળનું કારણ પણ જણાવ્યું છે જેમા પોલીસ મહાનિર્દેશક મુકુલ ગોયલ સરકારી કામની અવગણના કરીને ખાતાકીય કામમાં રસ લેતા નથી.આ સિવાય મુકુલ ગોયલ ડીજીપી રહીને પોલીસિંગ પર ધ્યાન નથી આપી રહ્યા. સરકારી કામની અવગણના કરી રહ્યા હતા.ગયા વર્ષે મુકુલ ગોયલે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો હતો.પશ્ચિમ ઉત્તરપ્રદેશના અખબારોમાં એક જ્વેલરી શોરૂમના માલિકે મોટી-મોટી જાહેરાતો આપીને મુકુલ ગોયલને ડીજીપી બનવા પર અભિનંદન આપ્યા હતા.મેરઠ,મુઝફ્ફરનગર,બરેલીમાં તૈનાત મુકુલ ગોયલના શુભચિંતકોની જાહેરાતે વિવાદની શરૂઆત કરી હતી. આ સિવાય બીજો વિવાદ લખનૌના પોલીસ કમિશનર ડીકે ઠાકુર સાથે થયો હતો.જેમા 5 સપ્ટેમ્બર,2021ના રોજ ડીજીપી તરીકે મુકુલ ગોયલ સમગ્ર લશ્કર સાથે હઝરતગંજ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ દરમિયાન તેમણે ઈન્સ્પેક્ટર હઝરતગંજ શ્યામબાબુ શુક્લાને હટાવવાનો આદેશ આપ્યો હતો.આમ ડીજીપીના આ આદેશથી પોલીસ કમિશનર ડીકે ઠાકુર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે, ઈન્સ્પેક્ટર હઝરતગંજ શ્યામ બાબુ શુક્લા ઘણા દિવસોથી ડેન્ગ્યુથી પીડિત હતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા મુકુલ ગોયલને કહેવામાં આવ્યું હતું કે, ઈન્સ્પેક્ટર બીમાર હતા ત્યારબાદ આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો.એ પછી મુખ્યમંત્રીએ નિર્દેશ આપવો પડ્યો કે મુખ્યમંત્રી કાર્યાલય અથવા કોઈપણ વરિષ્ઠ અધિકારીએ કોઈપણ સેવકોને હટાવવા અથવા પોસ્ટિંગનો આદેશ નથી આપવાનો.આમ મુખ્યમંત્રીની બેઠકમાં ડીજીપી તરીકે મુકુલ ગોયલ સામેલ પણ થયા હતા.પરંતુ અચાનક મોડી સાંજે મુકુલ ગોયલને હટાવવાનો આદેશ આપ્યો હતો.