ઉતરપ્રદેશના ઈટાવામાં વરસાદે કહેર મચાવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉતરપ્રદેશના ઈટાવામાં વરસાદે તબાહી મચાવી છે.ત્યારે ઈટાવા જિલ્લામાં ગઈકાલ રાત્રીથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જુદાજુદા ત્રણ સ્થળે દીવાલ ધસી પડવાથી ચાર ભાઈ-બહેન સહિત 3 લોકોના મોત નિપજયા છે.જેમાં વરસાદને પગલે દુર્ઘટનામાં થયેલ મોતથી મુખ્યમંત્રી યોગીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.આમ ભારે વરસાદથી દીવાલ પડવાની પ્રથમ દુર્ઘટના ચંદ્રપુર ગામમાં સર્જાઈ હતી.જયાં એક કાચી દીવાલ પડવાથી ટીન શેડ નીચે દાદીની સાથે સૂઈ રહેલા ચાર બાળકો- ભાઈ-બહેનો-સિંકુ,અભિ,સોનુ અને આરતીનો સમાવેશ થાય છે.જ્યારે બીજી દુર્ઘટના કૃપાલાપુર ગામે સર્જાઈ હતી.જેમાં કાચી દીવાલ તૂટી પડવાથી એક વૃદ્ધ દંપતિનું મોત થયું હતું.જ્યારે ત્રીજી દુર્ઘટના પહેલા બ્લોક વિસ્તારની ગ્રામ પંચાયત અંદાવાના મજરા બંગલનમાં થયો હતો.જ્યાં કાચી દીવાલ પડવાથી 50 વર્ષીય જબરસિંહનું મોત થયું હતું.આમ મુખ્યમંત્રી યોગીએ મોતના બનાવથી દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકના પરિજનોને રૂ.4-4 લાખની રાહત આપવાના નિર્દેશ આપ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.