Unlock 6.0 દેશમાં આજથી શરૂ થયું અનલોક 6, આ વસ્તુઓ પર મળી વિશેષ છુટછાટો

ગુજરાત
ગુજરાત 244

કોરોના મહામારીના કારણે થંભેલો દેશ હવે ફરીથી રફ્તાર પકડવા લાગ્યો છે. દેશમાં અનલોક 6.0ની શરૂઆત રવિવારથી થઈ ચુકી છે. આ અનલોકની ખાસ વાત છે કે, રાજધાનીમાં 1 નવેમ્બરથી બસો પૂર્ણ ક્ષમતા સાથે ચાલશે અને પશ્વિમ રેલવે મુંબઈમાં કેટલીક વિશેષ ટ્રેનો શરૂ થશે. રાજધાનીમાં આજથી ઈન્ટરસ્ટેટ બસોની શરૂ થવાની સંભાવના છે. એક જૂનથી શરૂ થયેલી અનલોકની પ્રક્રિયાના છટ્ઠા ચરણમાં પહોંચ્યું છે. અને સરકાર ધીમે ધીમે નીયમોની સાથે ચીજોને શરૂઆત કરી રહી છે.ત્યારે આવો જાણીએ કે સરકારે કઈ ચીજોને મંજૂરી આપી છે.

ફરવાનો શોખ રાખનારાઓ માટે અનલોક 6 મોટી ખુશખબર લઈને આવ્યું છે. મોટી જાહેરાતો ઉપરાંત સરકાર ગોવામાં કસીનો, ઉત્તરપ્રદેશમાં દુધવા ટાઈગર રિઝર્વ હવે પર્યટકો માટે ખોલવામાં આવશે. તે સિવાય અસમના કાજીરંગા નેશનલ પાર્કમાં એલિફન્ટ સફારી યથાવત રહેશે અને જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિરમાં વધુ શ્રદ્ધાળુઓને મંજૂરી મળશે. આ મંદિરમાં પહેલા માત્ર 7 હજાર લોકોને જવાની મંજૂરી હતી. પરંતુ અનલોક 6 બાદ હવે 15 હજાર શ્રદ્ધાળુઓ રોજ દર્શન કરી શકશે.

શનિવારે દિલ્હી ટ્રાન્સપોર્ટ મંત્રી કૈલાશ ગેહલોતે જણાવ્યું કે, 1 નવેમ્બરથી ડીટીસી બસોમાં યાત્રીકો તમામ સીટોનો ઉપયોગ કરી શકશે. ઓર્ડર પ્રમાણે યા6ીકો માટે મુસાફરી દરમયાન માસ્ક પહેરવાનું રહેશે અને કોઈ પણ યાત્રીક ડીટીસી અને ક્લસ્ટર સ્કીમ બસોમાં ઉભા રહેવાની મંજૂરી નહીં મળે.

રવિવારથી 314 સેન્ટ્રલ રેલવે અને 296 વેસ્ટર્ન રેલવેની ટ્રેનો શરૂ થઈ રહી છે. કુલ આંકડાના પ્રમાણે જોવામાં આવે તો વધુ 610 લોકલ ટ્રેન સેવાઓ રવિવારથી ફરી શરૂ થશે. સાથે જ ગોવામાં રવિવારથી કસીનો 50 ટકાની ક્ષમતાની સાથે શરૂ થઈ રહ્યાં છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે, આ નિર્ણય રાજ્યમાં પર્યટક ગતિવિધિઓ વધારવા માટે લેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ સ્થિત દુધવા ટાઈગર રિઝર્વ રવિવારથી શરૂ થઈ રહ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈને ફિલ્ડ ડાયરેક્ટર સંજય કુમાર પાઠકે જણાવ્યું છે કે, 1 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ સીઝનમાં પર્યટકો અને ત્યાં પહોચનારા લોકો પર કડક કોવિડ નિયમ લગાવવામાં આવ્યાં છે. આ નિયમોનું પાલન નહીં કરનારા પર ગંભીરતા વર્તવમાં આવશે. સાથે જ કાજીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં એલિફન્ટ સફારી ફરી શરૂ કરવામાં આવી રહી છે. જો કે, આ રાષ્ટ્રીય પાર્કને 21 ઓક્ટોબરથી ખોલી દેવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.