અસદુદ્દીન ઓવૈસીના દિલ્હીમાં આવેલા ઘર પર અજાણ્યા બદમાશોએ શાહી ફેંકી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હૈદરાબાદથી સાંસદ અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીના દિલ્હીમાં આવેલા ઘર પર કોઈ અજાણ્યા બદમાશો દ્વારા શાહી ફેંકવામાં આવી હતી. આ ઘટના અંગે ઓવૈસીએ પોતે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમના દિલ્હી સ્થિત ઘર પર તેવા સમયે શાહી ફેંકવામાં આવી છે જ્યારે તેમના સંસદમાં શપથ દરમિયાન જય પેલેસ્ટાઈન બોલવા પર સખત વિરોધ જોવા મળ્યો હતો. આ ઘટના પર તેમણે કેન્દ્ર સરકાર, લોકસભા સ્પિકર ઓમ બિરલા, દિલ્હી પોલીસને ટેગ કરી પોતાની સુરક્ષા અંગે સવાલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા લોકસભામાં શપથ ગ્રહણ દરમિયાન એઆઈએમઆઈએમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી જય પેલેસ્ટાઈન બોલ્યા બાદથી તેમનો જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ચર્ચા તો ત્યા સુધી પણ થઇ રહી હતી કે, તેમને આ બોલવા બદલ સાંસદ પદ પરથી હટાવવા જોઇએ. આ ચર્ચાઓ વચ્ચે તેમના દિલ્હી સ્થિતિ ઘર પર શાહી ફેંકવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અમુક અજાણ્યા બદમાશોએ આ કામ કર્યું છે.

આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સમગ્ર ઘટના પર અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયી X પર આ જાણકારી આપી હતી અને ઘણા સવાલો પણ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, આજે કેટલાક “અજાણ્યા બદમાશો”એ મારા ઘર પર કાળી શાહી ફેંકી હતી. હવે મેં ગણતરી કરવાનું છોડી દીધું છે કે દિલ્હીમાં મારા ઘરને કેટલી વાર નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યારે મેં @DelhiPolice અધિકારીઓને પૂછ્યું કે આ બધું તેમના નાક નીચે કેવી રીતે થઈ રહ્યું છે, ત્યારે તેઓએ લાચારી વ્યક્ત કરી. @AmitShah આ બધું તમારી દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. @ombirlakota કૃપા કરીને અમને જણાવો કે સાંસદોની સુરક્ષાની ખાતરી આપવામાં આવશે કે નહીં. મારા ઘરને નિશાન બનાવતા બે કોડીના ગુંડાઓથી તેઓ ડરતા નથી. સાવરકર જેવી કાયરતાપૂર્ણ ક્રિયાઓ બંધ કરો અને મારો સામનો કરવા હિંમત ભેગી કરો. શાહી ફેંક્યા પછી અથવા પથ્થર ફેંક્યા પછી ભાગશો નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.