યુ.કેથી આવતા મુસાફરોને 10 દિવસનો કોરન્ટાઇન રહેવાનો નિયમ સરકારે રદ કર્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 57

ભારતથી આવતા મુસાફરોએ લીધેલી કોવિશિલ્ડ વેક્સીનને માન્ય નહીં રાખવી બાદમાં રસીના પ્રમાણપત્ર સામે વાંધો ઉઠાવી ભારતથી આવતા મુસાફરોને યેનકેન પ્રકારે પરેશાન કરનાર બ્રિટન સામે ભારતે જેવા સાથે તેવાની નીતિ અપનાવતા યુ.કેથી આવતા મુસાફરો માટે 10 દિવસ સુધી કોરન્ટાઇન રહેવાનો નિયમ દાખલ કરવામાં આવતા બ્રિટન ભારે કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયું હતુ. પરંતુ બ્રિટન ભારતના આક્રમણ વલણ સામે કૂણું પડયુ અને ભારતથી આવતા મુસાફરો માટે લાગુ કરાયેલા આકરા નિર્ણયો પાછા ખેંચી લેતા ભારતે પણ બ્રિટનના આ નિર્ણય સામે નમતુ જોખીને યુ.કેથી આવતાં મુસાફરો માટે દાખલ કરાયેલા આકરાં નિયમો પાછા ખેંચી લીધા હતા. કોવિશિલ્ડ રસી લઇને ભારતથી આવી રહેલાં મુસાફરો માટે ફરજિયાત ટેસ્ટિંગ અને 10 દિવસ સુધી કોરન્ટાઇન રહેવાના નિયમોને બ્રિટનની સરકારે પાછા ખેંચી લેતાં ભારત સરકારે 11 ઓક્ટોબરના રોજ તેની કોવિડ-19 સંબંધી ચેકિંગ ટેસ્ટિંગ અને અન્ય પ્રતિબંધો ધરાવતી તેની ટ્રાવેલ એડવાઇઝરીને પાછી ખેંચી લીધી હતી. જેના કારણે ભારત અને બ્રિટન એમ બંને દેશોમાં અવર-જવર કરનારા મુસાફરોને ઘણી મોટી રાહત મળી હતી. ભારત સરકારે બ્રિટનના વલણની સામે 1 ઓક્ટોબરથી એવો નિયમ અમલમાં મૂક્યો હતો કે બ્રિટનથી આવનાર તમામ મુસાફરોએ વેકીસનના બે ડોઝ લીધા હશે તો પણ તેઓએ ભારતમાં આગમન કર્યા બાદ ફરજિયાતપણે 4 ઓક્ટોબરથી 10 દિવસ સુધી કોરન્ટાઇન રહેવું પડશે. આમ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા 11 ઓક્ટોબરના રોજ ઇસ્યુ કરાયેલા આવેદનપત્રમાં કહેવામાં આવ્યું હતું કે સુધરતી જતી પરિસ્થિતિ અને આકાર લઇ રહેલી ઘટનાઓને ધ્યાનમાં લેતાં સુધારેલી ગાઇડલાઇન્સને પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને યુકેથી ભારત આવનારા મુસાફરો માટે 17 ફેબુઆરીના રોજ જાહેર કરાયેલી ગાઇડલાઇન્સ લાગુ પાડવાનો નિર્ણય લેવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.