યુજીસી નેટ પરીક્ષા આગામી સપ્ટેમ્બરમાં લેવામાં આવશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં પ્રોફેસરની પદવી મેળવવા માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા આપવી ફરજિયાત છે.ત્યારે ડિસેમ્બર ૨૦૨૧ અને જૂન ૨૦૨૨ની પ્રથમ તબક્કાની પરીક્ષા જુલાઈની 9મી,૧૧ અને ૧૨મી તારીખે લેવાઈ ગઈ છે.પરંતુ બીજા તબક્કાની પરીક્ષા જે ૧૨થી ૧૪ ઑગસ્ટ દરમ્યાન લેવામાં આવનાર હતી તે હવે ૨૦મીથી ૩૦મી સપ્ટેમ્બર દરમ્યાન લેવામાં આવશે.જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા ૩૩ વિષય માટે દેશના ૨૨૫ શહેરના ૩૧૦ પરીક્ષા કેન્દ્રો પર લેવાઈ હતી,જ્યારે બીજા તબક્કાની પરીક્ષા ઑગસ્ટની ૧૨થી ૧૪ ઑગસ્ટ દરમ્યાન લેવાનું નક્કી કરાયું હતુ,પરંતુ આજે યુજીસીના અધ્યક્ષે ટ્વિટ દ્વારા માહિતી આપી છે કે ઓગસ્ટમાં થનારી ફેસ-૨ની પરીક્ષા ૨૦ થી ૩૦ સપ્ટેમ્બરની વચ્ચે લેવામાં આવશે.જે ૬૪ વિષય માટે લેવાશે.ત્યારે વિદ્યાર્થીઓને ૧૧મી સપ્ટેમ્બરે પરીક્ષા કેન્દ્રનું શહેર જાણવા મળશે તેમજ હૉલટિકીટ ૧૬ સપ્ટેમ્બર,૨૦૨૨થી ડાઉનલોડ કરી શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.