યુએઇના દુબઈમાં યોગના કાર્યક્રમમાં નવો વિશ્વ વિક્રમ સર્જાયો
યુનાઈટેડ આરબ એમિરેટસના દુબઈમાં યોગના કાર્યક્રમે નવો વિશ્વ વિક્રમ સર્જયો છે.જેમાં ભારત દ્વારા યોગનો પ્રચાર પ્રસાર શરૂ કરાયા બાદ વિશ્વના ઘણા દેશોમાં યોગની લોકપ્રિયતા વધી રહી છે.ત્યારે દુબઈના જબીલ પાર્કમાં આંતરરાષ્ટ્રીય યોગ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અલગ-અલગ દેશના સૌથી વધુ નાગરિકો દ્વારા એક જગ્યાએ યોગ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.જે કાર્યક્રમનુ આયોજન દુબઈ સ્પોર્ટસ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.જેમાં 2000થી વધુ અલગ-અલગ દેશોના લોકો ભેગા થયા હતા.આ કાર્યક્રમમાં 3 વર્ષના બાળકોની પણ હાજરી જોવા મળી હતી.