
ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીએ ભારતના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો
ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીએ વિઝા કૌભાંડ આચરાતું હોવાનો આરોપ લગાવીને ભારતના પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.જેમાં સ્ટૂડન્ટ વિઝા મેળવીને નોકરીઓ કરતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.જેમાં વિક્ટોરિયામાં આવેલી ફેડરલ યુનિવર્સિટી અને ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલી વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ ભારતના 6 રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.જે અંગે યુનિવર્સિટીએ વિઝા કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.જેમાં ગુજરાત,યુપી,પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ આ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત જમ્મુ- કાશ્મીરના વિદ્યાર્થીઓ આ બંને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે નહીં.આ યુનિવર્સિટીઓએ આરોપ લગાવ્યો હતો કે સ્ટૂડન્ટ વિઝા લઈને ભારતીય વિદ્યાર્થીઓ નોકરીએ લાગી જાય છે.આ સિવાય વિક્ટોરિયા યુનિવર્સિટી,એડિથ કોવેન યુનિવર્સિટી,ટોરેન્સ એન્ડ સાઉધર્ન ક્રોસ યુનિવર્સિટીએ ગુજરાત સહિતના કેટલાય રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.