ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે રાજીનામુ આપ્યું
ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલ સત્યદેવ નારાયણને સોંપ્યું છે.રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતુ કે તેમના માટે પાર્ટીનો નિર્ણય સર્વોપરી છે.હાઈકમાન્ડના કહેવા પર તેમણે પોતાનું પદ છોડી દીધું છે.આમ આગામી વર્ષ 2023માં રાજ્યમા ચૂંટણી યોજાવાની છે.ત્યારે ગુજરાતની તર્જ પર ત્રિપુરામાં મંત્રીથી લઈને સંગઠન સુધીમાં મોટા ફેરફારો થઈ શકે છે રાજીનામા બાદ તેઓ સંગઠનમાં કોઈ પદ સંભાળી શકે છે.આમ વિપ્લવના રાજીનામા બાદ સાંજે બીજેપી ધારાસભ્ય દળની બેઠક યોજાશે.જેમાં નવા સીએમને લઈને ચર્ચા થશે.બીજીતરફ ભૂપેન્દ્ર યાદવ અને વિનોદ તાવડેને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે.વિપ્લવ દેવ 2018માં સીએમ બન્યા હતા.