
આગામી સમયથી લદાખમા ઝીરો પોઈન્ટ સુધી સહેલાણીઓ જઈ શકશે
જમ્મુ-કાશ્મીર બાદ લદાખ પણ સહેલાણી મથક તરીકે લોકપ્રિય બની રહ્યું છે અને દર વર્ષે હજારો સહેલાણીઓ હિમાલયની ગોદથી ટોચ સુધીની સફરમાં લદાખને પસંદ કરી રહ્યા છે પણ આ સરહદ ચીન સાથેની હોટ બોર્ડર તરીકે ઓળખાય છે અને છેક મેચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ જયાં બન્ને દેશોના સૈન્ય સામસામા છે તે બોર્ડર પોઈન્ટ પર જવાની મંજુરી નથી.ત્યારે ભારત સરકાર ટુંક સમયમાં ઝીરો પોઈન્ટ કે જયાંથી ચીને કબજે કરેલા વિસ્તારોમાં તમો નજર કરી શકો ત્યાં સુધી સહેલાણીઓને જવાની છૂટ મળશે જયાં તમો સ્નો બાઈકીંગ પણ કરી શકશો.ભારત બોર્ડર ટુરીઝમને વેગ આપી રહ્યું છે અને તેથી ગુજરાતથી લદાખ સુધીની સરહદો પર ટુરીસ્ટ સ્પોટ તૈયાર કરવામાં આવ્યા છે.લદાખમાં જયાં પેટ્રોલીંગ પોઈન્ટ છે તે પાનગોંગ લેક જે પુર્વીય લદાખમાં આવેલું છે ત્યાં સુધી સહેલાણીઓને જવાની છૂટ આપવાની તૈયારી છે.જેના માટે પ્રથમ તબકકામાં સહેલાણીઓને 18314 ફુટની ઉંચાઈએ આવેલા માર્સિમિક લા ના સોગસાલુ પોઈન્ટ સુધી જવાની છૂટ અપાશે જયાં ચેંગ ચેમો નદી પણ આવેલી છે.જયારે બીજા તબકકામાં ભારત-ચીનના સૈનિકો હથિયાર વગર પણ સામસામા હાથમાં લોખંડના પાઈપ અને તેવા હથિયારો સાથે અનેકવાર ટકરાઈ પડે છે તે હોટસ્પીંગ જે સોંગ સુગથી પણ આગળ છે ત્યાં સુધી જવાની છુટ અપાશે.જ્યા 1959માં બોર્ડર રોડ પેટ્રોલીંગ પાર્ટીના 10 જવાનો શહીદ થયા હતા તેનું સ્મારક છે તે સ્થળ સુધી જઈ શકશે.ભારતીય સેનાએ મર્યાદીત સમય માટે અને પુરા કંટ્રોલ સાથે સહેલાણીઓને જવાની છુટ આપી છે.લદાખનું તંત્ર ઈચ્છે છે કે આ મુજબ બોર્ડર ટુરીઝમને વેગ આપવાથી સ્થાનિક સ્તરે રોજગારી વધશે.આ ક્ષેત્રમાં હજુ કોઈ સીવીલ ઈન્ફ્રાસ્ટ્રકચર નથી તેથી આર્મીની મદદથી તેના માટે પ્લાન કરાશે.