બિહારમાં 15 મે સુધી ટોટલ લોકડાઉન, આજથી બિહાર પણ બંધ, સરકારી-ખાનગી કચેરીઓ તમામ બંધ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 51

બિહારમાં બેકાબૂ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, નીતીશ સરકારે આજથી 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. સરકારી-ખાનગી કચેરીઓ તમામ બંધ રહેશે. ફક્ત આવશ્યક સેવાઓથી સંબંધિત સંસ્થાઓ ખુલ્લી રહેશે. સાર્વજનિક પરિવહન સાથે જોડાયેલ વાહનો 50% ક્ષમતા સાથે દોડશે.

આ પહેલા સોમવારે CM નીતીશ કુમારે બીજી વખત પટણાના રસ્તાઓ પર ઉતારીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ, તેમણે બંને ડેપ્યુટી સીએમ અને અધિકારીઓ સાથે બેઠક કરી લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો. CMએ મંગળવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

કોરોના વિશે દેશમાં બે સારા અને બે ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર એ છે કે, દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 2 કરોડને પાર થઈ ગયો છે. એટલે કે અત્યાર સુધીમાં 2 કરોડ 2 લાખ 75 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

હવે પહેલી સારી ખબર એ છે કે ભારતમાં એક દિવસમાં રેકોર્ડ 3.18 લાખ લોકો રિકવર થયા છે. અત્યાર સુધી દુનિયામાં એક સાથે આટલા દર્દીઓ સાજા નથી થયા. બીજી સારી ખબર એ છે કે, સોમવારે સતત ત્રીજા દિવસે નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 3 લાખ 55 હજાર 680 લોકો સંક્રમિત થયા છે. 30 એપ્રિલ પછી નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો છે.

30 એપ્રિલે એક દિવસમાં રેકોર્ડ 4.02 લાખ નવા દર્દીઓ નોંધાયા છે. ત્યારપછી શનિવારે 3.92 લાખ અને રવિવારે 3.70 લાખ કેસ મળ્યા હતા. ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહની સરખામણી કરીએ તો આ દરમિયાન 15 ટકા કેસ વધારે નોંધાયા છે.

સોમવારે દેશમાં 3436 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા હતા. આ સતત છઠ્ઠો દિવસ હતો જેમાં 3 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. આખા સપ્તાહના આંકડા પર નજર નાખીએ તો આ સપ્તાહમાં મોતની સંખ્યામાં 41 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન 24 હજાર 503 દર્દીઓના મોત થયા છે. સ્થિતિ એવી છે કે, દેશના પાટનગર દિલ્હીમાં દર 3 મિનિટે એક વ્યક્તિનું મોત થાય છે. અહીં સોમવારે 448 લોકોના મોત થયા છે. દુનિયાના ટોપ-10 દેશોની સરખામણી કરીએ તો ભારત સિવાય તુર્કી, આર્જેન્ટિના, જર્મની અને કોલંબિયામાં જ મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે. તે સિવાય અમેરિકા, બ્રાઝીલ, ફ્રાન્સ, ઈરાન જેવા અમુક દેશોમાં મોતના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.