તુર્કેઈમાં રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી માટે મતદાન કરાયુ
તુર્કેઈમાં આજે રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે.ત્યારે છેલ્લા 20 વર્ષથી સત્તા પર રહેલા રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન માટે આ ચૂંટણીઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.આમ ગત 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં તુર્કેઈના 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા ત્યારે રાષ્ટ્રપતિ એર્દોગન અને તેમના પક્ષની ભૂકંપ પર ઓછા પ્રતિભાવ માટે વ્યાપકપણે ટીકા કરવામાં આવી હતી.આ સાથે તેમની સરકાર વર્ષોથી બાંધકામની યોગ્ય વ્યવસ્થા લાગુ કરવામાં પણ નિષ્ફળ રહી છે.