આજની બેઠકમા પેટ્રોલ અને ડીઝલને જીએસટી માળખામાં સમાવવા ચર્ચા કરાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 66

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સીલની શુક્રવારના રોજ મહત્વની બેઠક યોજવામાં આવી છે. જે બેઠકમાં કોવિડ-19માં સારવારમાં ઉપલબ્ધ દવાઓ પર ટેક્સ કન્સેશન લંબાવવા તેમજ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા અંગે વિચારણા થવાની સંભાવના છે. ત્યારે આ ઉપરાંત ઓન્કોલોજી મેડીસિન અને કોકોનટ ઓઈલ સહિતની ડઝન જેટલી વસ્તુઓના દરની સમીક્ષા કરવામાં આવી શકે છે. જીએસટી કાઉન્સીલની 45મી બેઠક નાણાંમંત્રી નિર્મલા સિતારમનના અધ્યક્ષસ્થાને મળી છે. કોરોના મહામારીને પગલે જીએસટી કાઉન્સીલની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાતી હતી. ગુજરાતના નાણાંમંત્રીને બાદ કરતા આ બેઠકમાં તમામ રાજ્યના નાણાંમંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં રાજ્યોને 1 જુલાઈ 2022થી ચૂકવવાપાત્ર વળતરના ધોરણો અંગે વિચાર વિમર્શ કરાશે. કેરળ સહિતના કેટલાક રાજ્યોએ પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં આવરી લેવા સામે વિરોધ નોંધાવ્યો છે. આજની બેઠકમાં કેટલીક જીવનરક્ષક દવાઓ પર ટેક્સનો દર 31 ડિસેમ્બર 2021 સુધી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની ભલામણ અંગે ચર્ચા કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.