આજે વર્લ્ડ પોસ્ટ ડે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આજે વર્લ્ડ પોસ્ટ ડે
સુપરફાસ્ટ કમ્યુનિકેશન ટેક્નોલોજીના આ જમાનામાં વિશ્વના કોઇપણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે વાત કરવી હોય તો તે માત્ર એક ક્લિક દૂર હોય છે.અલબત્ત, આજથી થોડા વર્ષો અગાઉ આપણાથી જોજનો કિલોમીટર દૂર વ્યક્તિ સાથે વાત કરવી હોય તો તેના માટે મહદ્અંશે પત્રવ્યવહાર પર મદાર રાખવો પડતો. જોકે, હવે બદલાતા જમાના સાથે પત્રવ્યવહારની કળા સંપૂર્ણ વિસરાઇ ગઇ છે.દર વર્ષે ૯ ઓક્ટોબરની ઉજવણી ‘વર્લ્ડ પોસ્ટ ડે ‘ તરીકે કરવામાં આવે છે. વિશ્વભરમાં ભારતમાંથી સૌથી વધુ ૧.૫૦ લાખથી વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે. આમ, ભારતમાં સરેરાશ ૭૧૭૫ વ્યક્તિએ એક પોસ્ટ ઓફિસ છે. ભારતમાં અંદાજે ૧૯૧૦૧ પીન કોડ્સ છે. ગુજરાતમાં કુલ ૮૮૦૧ પોસ્ટ ઓફિસ આવેલી છે. આ પૈકી સૌથી વધુ ૫૮૦ પોસ્ટ ઓફિસ સાબરકાંઠામાં કાર્યરત્ છે. સૌથી વધુ ુપોસ્ટ ઓફિસ કાર્યરત્ હોય તેવા જિલ્લામાં ગાંધીનગર ૫૧૭ સાથે બીજા, કચ્છ ૪૯૩ સાથે ત્રીજા, સુરત ૪૪૨ સાથે ચોથા અને વડોદરા ૪૨૧ સાથે પાંચમાં સ્થાને છે.ઉલ્લેખનીય છે કે, એક જમાનામાં કોઇ આગંતુકની રાહ જોવાતી હોય તેમ દરેક ટપાલની રાહ જોતા હતા. ટપાલી પણ જાણે સુખ-દુઃખનો સાથી બની જતો. હવે તો દિવાળીની બોણી વખતે જ આપણે ત્યાં આવતા ટપાલીનો ચહેરો જોવા મળતો હોય છે. વર્તમાન સમયે આંખના પલકારામાં હજારો કિલોમીટર દૂર સંદેશા તો પહોંચી જાય છે પણ તેની સાથે ધીરજનો ગુણ પણ ગાયબ થતો જાય છે.ટેલિગ્રામમાં સારા સમાચાર કે મની ઓર્ડરમાં પુત્ર પ્રથમ પગારના નાણા મોકલે તો ટપાલીનું મોઢું ચોક્કસ મીઠું કરાવવામાં આવતું. પત્ર જો લાંબોલચક હોય તો ઇનલેન્ડ લેટરનો ઉપયોગ થતો. દિવાળી આવવાની હોય તેના દોઢ મહિના અગાઉ ગ્રીટિંગ કાર્ડની ખાસ ખરીદી કરવામાં આવતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.