આજથી દિલ્હીમાં રેડ લાઈટ ઓન ગાડી ઓફ અભિયાન શરૂ થશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે કેજરીવાલ સરકારે નાસા સેટેલાઈટ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરનો હવાલો આપીને પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓ સામે સવાલ કર્યા છે. આ સાથે પર્યાવરણ મંત્રીએ પ્રદૂષણનો સામનો કરવા માટે ઓડ-ઈવન ફોર્મ્યુલાને અંતિમ સાધન ગણાવ્યું છે. જે બાબતે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયના કહેવા મુજબ ગત વર્ષે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમા પંજાબ,હરિયાણા,ઉત્તરપ્રદેશમાં પરાળી સળગાવવાનું વધી જાય છે ત્યારે દિલ્હીનું પ્રદૂષણ સ્તર તેના પ્રમાણમાં વધી જાય છે. આ વર્ષે 13 ઓક્ટોબરના રોજ એર ક્વોલિટી ઈન્ડેક્સનું સ્તર 171 હતું. પરંતુ છેલ્લા 3 દિવસથી પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં ખૂબ જ વધારો થયો છે. તે ઝડપની સાથે એર ક્વોલિટી ઈન્ડેક્સનુ સ્તર 284એ પહોંચી ગયું હતું. ત્યારે દિલ્હીમાં આજથી શરૂ થઈ રહેલા ‘રેડ લાઈટ ઓન ગાડી ઓફ’ અભિયાન અંતર્ગત દિલ્હીના 100 જેટલા 4 રસ્તાઓ ઉપર 2,500 વોલેન્ટિયર્સ તૈનાત થશે. તેમાંથી 90 જેટલા ચાર રસ્તાઓ ખાતે 10-10 અને 10 પ્રમુખ ચાર રસ્તાઓ પર 20-20 પર્યાવરણ માર્શલ તૈનાત થશે. જ્યારે તમામ ચાર રસ્તાઓ પર સિવિલ ડિફેન્સ કર્મીઓ હાથોમાં પ્લેકાર્ડ લઈને રેડ લાઈટ વખતે લોકોને ગાડીનું એન્જિન બંધ કરવા માટે વિનંતી કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.