ટીએમસીએ મમતા બેનરજીને પીએમના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરતુ અભિયાન શરૂ કર્યુ
2024ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાને પીએમના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે તે નિશ્ચિત થઈ ગયુ છે.ત્યારે વિપક્ષ તરફથી પીએમ પદનો સંયુક્ત ઉમેદવાર હશે કે નહીં તે તો હજી નક્કી થયુ નથી.પરંતુ મમતા બેનરજી માટે તેમની પાર્ટી ટીએમસીએ પ્રચાર અભિયાનનુ લોન્ચિંગ કર્યુ છે અને તેને ઈન્ડિયા વોન્ટસ મમતા દી નામ આપવામા આવ્યુ છે.આમ ટીએમસી રાષ્ટ્રીય સ્તરે પોતાનુ કદ વધારવા માટે મહત્વકાંક્ષા રાખી રહી છે.જેના ભાગરૂપે ઈન્ડિયા વોન્ટસ મમતા દી કેમ્પેન લોન્ચ કરાયુ છે.આ કેમ્પેનને વર્તમાનમા ડિજિટલ કેમ્પેન તરીકે આગળ વધારવામાં આવી રહ્યુ છે.