
તુર્કેઈ અને સીરિયામાં મોતનો આંક 4300ને પાર થયો
ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે તુર્કીમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપનો આંચકો આવ્યો છે.ત્યારે યુ.એસ જિયોલોજિકલ સર્વે અનુસાર વર્તમાનમાં તુર્કેઈમાં ભૂકંપનો તીવ્ર ઝટકો અનુભવાયો હતો જેમાં સવારે 9.45 કલાકે આંચકા આવ્યા હતા.જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી.જે ભૂકંપને કારણે તુર્કેઈ અને સીરિયા સહિત ચાર દેશોમાં ભારે તબાહી જોવા મળી હતી.આમ સમગ્ર દિવસ દરમ્યાન ત્રણવાર ભૂકંપના તીવ્ર આંચકા આવ્યા હતા.જેના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા જોવ આ મળી રહી છે.આમ તુર્કેઈમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.તુર્કેઈ અને સીરિયામાં ઓછામાં ઓછા 4000 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 15,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.જે બનાવ અંગે દેશના વાઇસ પ્રેસિડેન્ટના અહેવાલ મુજબ 10 શહેરોમાં 1,700થી વધુ ઇમારતોને નુકસાન થયું છે તેમજ સીરિયામાં ઓછામાં ઓછા 783 લોકોના જીવ ગયા અને 639 લોકો ઘાયલ થયા છે.આ સિવાય ઈઝરાયલ અને લેબનોનમાં પણ અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે.