
લંડનમાં ૧૪૩ કરોડમાં વેચાઈ ટીપુ સુલ્તાનની તલવાર
નવી દિલ્હી, અંગ્રેજો દ્વારા ભારતમાંથી લેવામાં આવેલા ઘરેણાં-ઝવેરાત અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ આજે પણ અદ્બુત છે. બ્રિટિશ સરકાર તેમના પ્રદર્શન અને હરાજીમાંથી કરોડોની કમાણી કરે છે. હવે અહીં એક તલવાર વેચવામાં આવી છે. બ્રિટનની રાજધાની લંડનમાં ટીપુ સુલતાનની તલવાર ૧૪૩ કરોડ રૂપિયામાં વેચાઈ છે.
લંડનમાં વેચાયેલી આ તલવાર અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય અને ઈસ્લામિક વસ્તુ બની ગઈ છે. ટીપુ સુલતાનની આ તલવાર ૧૮મી સદીમાં બની હતી અને ભારત છોડીને ગયેલા અંગ્રેજો તેને પોતાની સાથે લઈ ગયા હતા. મુઘલોના શસ્ત્ર નિર્માતાઓએ જર્મન બ્લેડ જોઈને ટીપુની તલવાર બનાવી હતી. તમને જણાવી દઈએ કે ૪ મે, ૧૭૯૯ના રોજ ટીપુ સુલતાનની હાર બાદ સેરિંગપટમમાંથી તેના ઘણા હથિયારો લૂંટી લેવામાં આવ્યા હતા.
આ તલવાર પણ તેમનામાં સામેલ હતી. આ તસવીર ટીપુ સુલતાનની તલવારની છે જે ૧૪૩ કરોડ ($17.4િમલિયન અથવા રૂ. ૧૪૩ કરોડ)માં લંડનમાં વેચાઈ છે. ટીપુ સુલતાનને *મૈસુરનો વાઘ* કહેવામાં આવતો હતો, તેણે અંગ્રેજોથી પોતાના પ્રાંતનું રક્ષણ કર્યું હતું.