ગુજરાતની ત્રણ સહકારી બેન્કોનેRBIએ ફટકાર્યો લાખોનો દંડ

Business
Business

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેક્ને ચાર બેક્નો પર ભારે દંડ ફટકાર્યો છે કારણ કે આ બેક્નોએ નિયમોનું પાલન કર્યું નહોતું. આરબીઆઈએ પોતાના આદેશમાં કહ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બેક્નોએ માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી જેના કારણે તેમના પર ભારે દંડ લગાવવામાં આવી રહ્યો છે.આરબીઆઇએ જે ચાર બેક્નોને દંડ ફટકાર્યો છે એ તમામ સહકારી બેક્નો છે તેમાંથી ત્રણ બેક્નો ગુજરાતની છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, જે બેક્નો પર દંડ લગાવવામાં આવ્યો છે તેમાં બારામતી કો-ઓપરેટિવ બેક્ન, બેચરાજી નાગરિક કો-ઓપરેટિવ બેક્ન, વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેક્ન અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેક્નનો સમાવેશ થાય છે. આરબીઆઈએ કહ્યું હતું કે બારામતી કો-ઓપરેટિવ બેક્ન પર ૨ લાખ રૂપિયા અને બેચરાજી નાગરિક સહકારી બેક્ન પર ૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત વાઘોડિયા અર્બન કો-ઓપરેટિવ બેક્નને ૫ લાખ રૂપિયા અને વિરમગામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેક્નને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેક્ન ઓફ ઈન્ડિયાએ આ તમામ બેક્નો પર અલગ-અલગ કારણોસર દંડ લગાવ્યો છે અને તમામ બેક્નોને નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તેઓ નિયમોનું પાલન નહી કરે તો દંડ અને નિયંત્રણો લાદવામાં આવી શકે છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ રિઝર્વ બેક્ન ઓફ ઈન્ડિયાએ સાઈબર સુરક્ષાના નિયમોની અવગણના કરતી અન્ય બેક્ન પર દંડ લગાવ્યો હતો. એપી મહેશ કો-ઓપરેટિવ બેક્નને ૬૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

હેકર્સે આ બેક્નોની સિકયોરિટી તોડી ૧૨.૪૮ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. રિઝર્વ બેક્ન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર જે બેક્નો પર દંડ લાદવામાં આવે છે. તેની ચૂકવણી બેક્નોએ જ કરવાની રહેશે. તેમાં ખાતું ખોલાવનારા લોકોએ આ રકમ ચૂકવવાની નથી. આ બદલ ગ્રાહકોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી. આ દંડ બેક્ન દ્વારા જ ભરવાનો રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.