
આ છે દુનિયાની સૌથી મજબૂત પગવાળી મહિલા
નવી દિલ્હી, આજના જમાનામાં મહિલાઓ દરેક ફિલ્ડમાં પુરુષોને ટક્કર આપી રહી છે. પછે ભલેને કોઈ પણ ટાસ્ક હોય, જો પુરુષો તે કામ કરી શકતા હોય તો, મહિલાઓ પણ પાછળ રહેવાની નથી. પહેલાના સમયમાં અમુક ખાસ કામ હતા, જેમાં ફક્ત પુરુષોનો જ દબદબો રહેતો હતો, પણ સમયની સાથે આ ફિલ્ડમાં મહિલાઓએ પોતાની ધાક જમાવી લીધી છે.
તેમાંથી એક છે ફિટનેસ વર્લ્ડ. આમ તો મહિલાઓ પાસેથી એ વાતની આશા વધારે રખાતી હોય છે કે, તે ફિગર મેંટેન કરે, પણ જ્યારે જિમ જઈએ તો, ત્યાં પુરુષોની જ ભીડ જોવા મળે છે. પણ હવે સમય બદલાતા ફિટનેસ વર્લ્ડમાં મહિલાઓએ પોતાની ધાક જમાવી છે. ફિટનેસ ઈન્ફ્લુએંસર રહકીના ફેંસ તેની તસ્વીરોની રાહ જોતા રહે છે. રહકી ખુદે ઈંસ્ટાગ્રામ પર સૌથી મોટા અને મજબૂત પગવાળી મહિલા તરીકે ઈંટ્રોડયૂઝ કરે છે. તેનો દાવો છે કે, તેનાથી વધારે મોટા પગ ઈંસ્ટાગ્રામ પર કોઈના નથી.
રહકીને ક્વિન ઓફ ક્વાડ્સ, દીવા ઓફ ડેલ્ટ્સ અને મજબૂતીની મિસાલ તરીકે ઓળખવામાં આવે છે. જો આપને લાગે છે કે, મોટા ભાગ ફિટનેસ મોડલ્સ ઓનલાઈન રહે છે, રહકી પણ તેમાંથી એક છે, તો આપ ખોટા છે, તેની તસ્વીરો અને કંટેંટ બીજાથી અલગ છે. રહકીના જણાવ્યા અનુસાર, ઈંસ્ટાગ્રામ પર સૌથી મજબૂત પગ કોઈના નથી. તેની જાંઘ એટલી મજબૂત છે કે, તે તેનાથી તરબૂચ પણ ફોડી નાખે છે. રહકીને બોડી પોઝિટિવિટી માટે ઓળખવામાં આવે છે.
મૂળ તો મિયામીની રહેવાસી રહકી પોતાની પોસ્ટ્સથી અન્ય મહિલાઓને ખુદને પ્યાર કરવાનો મેસેજ આપે છે. સાથે જ તે લોકોની સાથે પોતાની બોડી સ્ટ્રેંચ માર્ક્સ અને મોટાપાના નિશાન પણ શેર કરે છે. રહકી દુનિયામાં રહેલા મિથને તોડવા માટે પોસ્ટ્સ કરે છે. મોટા ભાગે દુબળી મહિલાઓને સુંદર માનવામાં આવે છે. પણ રહકી એવું માનતી નથી.
તેની જાંધ ખૂબ મોટી છે. તેની વચ્ચે રાખીને તે તરબૂચ ફોડી દે છે. રહકીએ જણાવ્યું કે, આ અગાઉ તેને ઘણા મેણા ટોણા સાંભળવા પડતા હતા. લોકો તેની બોડીને મર્દાના બોલાવતા હતા. તેના કારણે તે ખૂબ જ ડિપ્રેસ રહેતી હતી, પણ હવે તે તેની બોડીને પ્રેમ કરવાનું શિખી ગઈ છે. જેને તે પહેલા નબળાઈ સમજતી હતી, પણ હવે તેના જ સહારે તે પ્રખ્યાત થઈ ગઈ છે.