US Electionમાં આ 4 રાજ્યોમાં આવીને ઉભી રહી છે ટ્રમ્પ-બાઈડેનની લડાઈ, જાણો કેટલું બચ્યું છે કાઉન્ટીંગ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનું યુદ્ધ તેના અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી નક્કી થઈ શક્યું નથી કે, આખરે અમેરિકાના હવે પછીના રાષ્ટ્રપતિ કોણ બનશે. અત્યારસુધીમાં સામે આવેલા પરિણામોમાં ડેમોક્રેટ્સ પાર્ટીના જો બાઈડેન આગળ ચાલી રહ્યાં છે અને બહુમતની નજીક પહોંચ્યાં છે. તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જીતનો દાવો કર્યો છે અને કેટલાક જગ્યા પર ગોટાળાનો આરોપ લગાવ્યો છે. પરંતુ આ જંગ હવે મુખ્ય રૂપથી ચાર રાજ્યો પર આવીને ટકી ગઈ છે. જ્યાંથી અંતિમ નિર્ણયો આવી શકે છે.

પેંસિલવેનિયાઃ આ રાજ્યોમાં કુલ ઈલેક્ટોરોલ વોટની સંખ્યા 20 છે. શરૂઆતમાં અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ આગળ હતા પરંતુ જેવા જ મેલ ઈન વોટ ખુલ્યા તો જો બાઈડેને સ્પીડ પકડી, અહીંયા 94 ટકા કાઉન્ટીંગ થયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પને 49.7 ટકા, જો બાઈડેનને 49.0 ટકા વોટ મળ્યાં છે.

જોર્જિયાઃ આ રાજ્યમાં કુલ 16 ઈલેક્ટોરલ વોટ છે. અહીંયા બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર બે હજાર વોટોથી આગળ છે. હજુ સુધી અહીંયા 98 ટકા કાઉન્ટીંગ થઈ ચુકી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 49.4 ટકા વોટ મળ્યાં છે. જ્યારે મેલ ઈન વોટ ખુલતા આ પરિણામ બદલી શકે છે.

નોર્થ કૈરોલિનાઃ આ રાજ્યમાં કુલ 15 ઈલેકટોરલ વોટ છે. અહીંયા અત્યારસુધીમાં 95 ટકા વોટની ગણતરી કરવામાં આવી છે. અત્યારસુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પને આશરે 50 ટકા અને જો બાઈડેનને 48 ટકા વોટ મળ્યાં છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અહીંયા 12 નવેમ્બર સુધી મેલ ઈન વોટ રિસીવ કરવામાં આવશે. એટલે કે તે બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

એરિજોનાઃ આ રાજ્યમાં કુલ 11 ઈલેક્ટોરલ વોટ છે. અહીંયા માત્ર 90 ટકા કાઉન્ટીંગ થઈ શક્યું છે. અહીંયા જો બાઈડેનને 50 ટકા અને ડોનાલ્ડ ટ્રમ્પને 48.5 ટકા વોટ મળ્યાં છે. અહીંયા આશરે 3 લાખ વોટોની મતગણતરી બાકી રહી છે.

મુખ્ય રૂપથી આ ચાર રાજ્યો છે. જ્યારે વધારે ઈલેક્ટોરલ વોટ છે અને તે ચૂંટણી પરિણામોમાં અંતર નાંખી શકે છે. તે સિવાય ખાસ નજર નેવાડા પર બની છે. જ્યાં 6 ઈલેક્ટોરલ વોટ છે અને અહીંયા પણ જો બાઈડેન આગળ ચાલી રહ્યાં છે. આ ખાસ એ માટે છે કે, કારણ કે, જો અહીંયા જો બાઈડેન જીતે છે તો તેને ઈલેક્ટોરલ વોટમાં બહુમત મળી જશે. અત્યારે જો બાઈડેનની પાસે 264 અને ડોનાલ્ડ ટ્રમ્પની પાસે 214 ઈલેક્ટોરલ વોટ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ત્રણ રાજ્યોમાં આગળ છે. જો તે જીતે છે તો તેના માટે બહુ મુશ્કેલ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.