આગામી 5 જૂને પીએમ મોદી ગુજરાત આવે તેવી શક્યતા જોવા મળી
આગામી 5મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી શકે છે.જેમા તેઓ સુરતના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે આવશે.ત્યારે તેમની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામા આવી છે.ત્યારે આ પ્રોજેક્ટની સંભવિત કામગીરી નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં આવશે.બારડોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે,જેને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.ત્યારે પીએમના હેલિકોપ્ટરને અંત્રોલીના ક્રિકેટ મેદાનમાં હેલિપેડ પર ઉતારાશે.