દુનિયાનો સૌથી મોટો સ્માર્ટફોન, ફોનમાં તે દરેક એપ્લિકેશન ચલાવી શકાય
એક યુટ્યૂબરે આ આશ્ચર્યજનક કારનામું કર્યું છે. બ્રિટિશ ટેક કન્ટેન્ટ ક્રિએટર અરુણ રૂપેશ મૈની, જેને મિસ્ટર હૂજદ બૉસના નામથી ઓળખવામાં આવે છે તેમણે દુનિયાનો સૌથી મોટો સ્માર્ટફોન રેપ્લિકા બનાવીને એક નવો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓવરસાઇઝ્ડ iPhone 15 Pro Max 6.74 ફૂટ લાંબો છે.
તમે આ iPhoneની સ્ક્રીનને સરળતાથી સ્ક્રોલ કરી શકો છો અને તેમાંથી ઈમેલ અને મેસેજ પણ મોકલી શકો છો. એટલું જ નહીં આ iPhoneનો કેમેરા, ફ્લેશ લાઈટ અને ચાર્જિંગ પોર્ટ પણ સારી રીતે કામ કરે છે. આ ફોનમાં તે દરેક એપ્લિકેશન ચલાવી શકાય છે, જે સાધારણ આઈફોનમાં હોય છે.