વિશ્વ આરોગ્ય સંસ્થા ભારત બાયોટેકની કોરોના વેક્સિન Covaxinને મંજૂરી આપી શકે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 45

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ભારત બાયોટેકની કોરોના વાયરસ વિરોધી વેક્સિન કોવેક્સિનને આ અઠવાડિયે મંજૂરી આપી શકે છે. જે માટે ભારત બાયોટેકે સંગઠનની પાસે જુલાઈ મહિનામાં તમામ જરૂરી દસ્તાવેજ અને ટ્રાયલ સાથે જોડાયેલા ડેટા આપ્યા હતા. આમ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે તકનીકી વિશેષજ્ઞો દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની દક્ષિણ-પૂર્વ એશિયાની ક્ષેત્રીય ડાયરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે જુલાઈમાં જણાવ્યુ હતુ કે તકનીકી વિશેષજ્ઞ સમિતિ ડોઝિયરની સમીક્ષા કરી રહી છે આ સિવાય તેમણે કહ્યુ હતુ કે ફાઈઝર,એસ્ટ્રાજેનેકા,મૉડર્ન,જ્હોનસન એન્ડ જ્હોનસન,સિનોવેક અને સિનોફાર્મને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઈમરજન્સી ઉપયોગ લિસ્ટિંગ આપવામાં આવ્યુ છે. ભારત બાયોટેકે કેટલાક સમય પહેલા મેડ ઈન ઈન્ડિયા કોવિડ-19 વેક્સિનના ત્રીજા તબક્કાનુ ટ્રાયલ ડેટા ડીસીજીઆઈને સોંપ્યુ હતુ. જેના પહેલા ડીસીજીઆઈને કોવેક્સિનના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલ ડેટાના આધારે ભારતમાં જાન્યુઆરી મહિનામાં તાત્કાલિક ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ભારતમાં આ ટ્રાયલ 25 સ્થળો પર કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.