
કોરોનાના નવા વેરિઅન્ટ સામે રસી પણ છે ફેલ!
વોશિંગ્ટન, વર્ષ ૨૦૨૧માં કોરોનાની મહામારીએ ભારત સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો હતો. ભાગ્યે જ કોઈક એવો પરિવાર હશે કે જેણે કોરોનાના લીધે પોતાના પ્રિયજનો ન ગુમાવ્યા હોય. કોરોનાની મહામારીએ ભૌગોલિક સીમાઓ તોડી નાખ્યા હતાં. તે હજારો કિલો મીટર પાર સરહદોને પાર પણ મોતનો તાંડવ મચાવતી રહી હતી. ચીનના વુહાન શહેરમાં આ વાયરસ પહેલીવાર જોવા મળ્યો હતો. જોકે, સરહદો પાર કરીને આ વાયરસે દુનિયાભરમાં હડકંપ મચાવ્યો.
એ અલગ વાત છે કે ચીને જાણીજોઈને કોરોના વાયરસ ફેલાવ્યો કે તે માત્ર એક અકસ્માત હતો? આ સવાલ આજે પણ એક સવાલ જ છે. જેનો સાચો જવાબ મળ્યો નથી. કોરાના વાયરસે અનેકવાર પોતાનો રંગ બદલ્યો છે. દરેકવાર કોરોના એક નવા વેરિઅન્ટ સાથે વધુ અસરકારક અને વધુ ઘાતક બનીને આવે છે. આ વખતે પણ કોરોનાનું વેરિઅન્ટ ચેન્જ થયું છે. જેને કારણે ફરી એકવાર ભારત સહિત દુનિયાભરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
કોરોનાના નવા પ્રકારનું નામJN.1રાખવામાં આવ્યું છે અને તેની ઓળખ લક્ઝમબર્ગતેમજ ઈંગ્લેન્ડ, આઈસલેન્ડ, ફ્રાન્સ અને અમેરિકામાં કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સારી વાત એ છે કે અત્યાર સુધી ભારતમાં આ વેરિઅન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી. પરંતુ જે રીતે તે અત્યંત ચેપી હોવાનું કહેવાય છે તે અંગે ચિંતા કરવાનું કારણ છે.
તે કોવિડના અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો કહે છે કેJN.1 XBB.1.5અનેHV.1થી અલગ છે. જો આપણે કોરોનાની આ બે જાતો વિશે વાત કરીએ, તો અમેરિકામાં રસીનો બૂસ્ટર ડોઝXBB.1.5અનેHV.1સામે લડવામાં અસરકારક છે. પરંતુJN.1સંપૂર્ણપણે અલગ છે.XBB.1.5અનેHV.1માં અત્યાર સુધીમાં ૧૦ મ્યુટેશન થયા છે. જ્યારે XBB.1.5 ની સરખામણીમાંJN.1માં ૪૧ ફેરફારો થયા છે. મોટાભાગના ફેરફારો સ્પાઇક પ્રોટીન સાથે સંબંધિત છે, સૌથી મોટી વાત એ છે કે અત્યંત ચેપી હોવા ઉપરાંત, રસી પણ અસરકારક નથી. ન્યુયોર્કની બફેલો યુનિવર્સિટીના ડો.થોમસ રુસો કહે છે કે તે શરીરની રોગપ્રતિકારક શક્તિથી પોતાને બચાવે છે, એટલે કે જો કોઈનેJN.1થી ચેપલાગે છે, તો તેના માટે મુશ્કેલ દિવસો આવવાના છે. કેટલાક ડેટા અનુસાર,JN.1માં ૪૧ પ્રકારના પરિવર્તનને કારણે રસીઓ પણ ઓછી અસરકારક છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૭ કરોડ કેસ નોંધાયા છે. આ ૭૭ કરોડ કેસમાં ૬૯ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. જો દુનિયાના કેટલાક પસંદગીના દેશોની વાત કરીએ તો અમેરિકામાં ૧૦ કરોડ કન્ફર્મ કેસ હતા જેમાં ૧૧ લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ચીનમાં ૯ કરોડ કેસ નોંધાયા અને ૧.૨૫ લાખ લોકોના મોત થયા. ભારતમાં ૪.૫ કરોડ કેસ નોંધાયા છે અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે, ફ્રાન્સમાં કુલ ૩.૮ કરોડ કેસ નોંધાયા છે જેમાં ૧.૫ કરોડથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં કુલ ૩.૮ કરોડ કેસ નોંધાયા હતા અને ૧.૭૪ લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. યુકેમાં લગભગ ૨.૫ કરોડ લોકો પ્રભાવિત થયા હતા અને ૨ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આંકડાઓ પરથી તમે કોરોનાની ભયાનકતાને સમજી શકો છો.
કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે, વૈશ્વિક સ્તરે વિવિધ રસીઓ પર કામ કરવામાં આવ્યું હતું. હાલમાં, કોવિશિલ્ડ અને સ્પુટનિક સ્વદેશી કોવેક્સિન સાથે ભારતમાં ઉપલબ્ધ છે. આ રસીઓએ કરોડો લોકોને કોરોનાના પ્રકોપથી સુરક્ષિત રાખવામાં મદદ કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ૨૦૨૦-૨૧માં કોરોના તેની ટોચ પર હતો. તે સમયના પ્રકારો અનુસાર, વૈશ્વિક સ્તરે રસી પર કામ શરૂ થયું. એ વાત સાચી છે કે ૨૦૨૦ થી આજ સુધી, કોરોના વાયરસમાં ઘણા મ્યુટેશન થયા છે. પરંતુ જે.એન.૧માં જે રીતે પરિવર્તન થયું છે તે જોતાં રસી પર નવેસરથી કામ કરવું પડશે.