કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો, શું આજે કેજરીવાલને મળશે રાહત?
દિલ્હીમાં કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે તેનો ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 12 જુલાઈની યાદી અનુસાર જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચ ચુકાદો સંભળાવશે. બેન્ચે 17 મેના રોજ કેજરીવાલની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બેન્ચમાં જસ્ટિસ દીપાંકર દત્તા પણ સામેલ છે.
કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને નીચલી અદાલતે 20 જૂને આ કેસમાં રૂ. 1 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જો કે, કેજરીવાલને જામીન આપવાનો ટ્રાયલ કોર્ટનો આદેશ એકતરફી અને ખોટો હોવાની દલીલ કરીને EDએ બીજા દિવસે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. કેજરીવાલની પણ CBI દ્વારા 26 જૂને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.