વડાપ્રધાનની સુરક્ષાની કમાન એ.ડી.જીના હાથમા સોપાઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપની કમાન આગામી સમયથી ભારતીય પોલીસ સેવાના એડિશનલ ડાયરેક્ટર જનરલ સ્તરના અધિકારીના હાથમાં રહેશે.તેની સાથે જૂનિયર અધિકારીઓની 6 વર્ષના પ્રારંભિક સમયગાળા માટે પ્રતિનિયુક્તિ પર નિમણૂક કરાશે.કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આ માપદંડ એસ.પી.જી એક્ટ 1988 હેઠળ ગેઝેટ નોટિફિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોના નવા સેટ દ્વારા નક્કી કરાયા હતા.તે અનુસાર અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓને કેન્દ્ર સરકારમાં અનુરૂપ રેન્કના અધિકારીઓને લાગુ પડે તેવા જ નિયમો અને શરતો પર કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર એસપીજીમાં નિયુક્ત કરવામાં આવશે.એસ.પી.જીનુ મુખ્યાલય નવી દિલ્હીમાં હશે.નિર્દેશકની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય પોલીસ સેવાના અધિક પોલીસ મહાનિર્દેશકના સ્તરે કરવામાં આવશે.આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે એસપીજીના ડિરેક્ટર કાર્યકારી વડા હશે અને કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવેલા આવા અન્ય કાર્યો,આદેશો અને નિર્દેશો ઉપરાંત એક્ટમાં સોંપવામાં આવેલી ફરજોના અમલ માટે જવાબદાર રહેશે.અધિનિયમમાં સમાવિષ્ટ જોગવાઈઓના સંદર્ભમાં એસપીજીના નિયામક અથવા સભ્યને સહાય પૂરી પાડવાની રીત કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.