દુનિયાનો સૌથી અમીર ભિખારી, મુંબઈમાં છે કરોડોનાં બે ફ્લેટ, જાણો…
‘ભિખારી’ શબ્દ ઘણીવાર એવા લોકોની છબી ઉભી કરે છે જેઓ અત્યંત ગરીબીમાં જીવે છે અને તેઓ બે ટાઈમની રોટલી માટે સખત મહેનત કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકો એવા છે જેમણે ભીખ માંગવાને નફાકારક વ્યવસાય બનાવી દીધો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈમાં રહેતા ભરત જૈન માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના સૌથી અમીર ભિખારી છે. અહેવાલો અનુસાર, ભરત જૈન આર્થિક તંગીના કારણે અભ્યાસ કરવામાં નિષ્ફળ ગયો હતો. ભરત જૈન પરિણીત છે અને તેમને બે પુત્રો છે.
દુનિયાનો સૌથી ધનિક ભિખારી માંગે છે અહીંયા ભીખ
જો કે, સારા સમાચાર એ છે કે ભરત જૈન ઇચ્છતા હતા કે તેમના બાળકો શિક્ષણ મેળવે અને તેમના બંને બાળકોએ સારી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. ભરત જૈનની કુલ સંપત્તિ કથિત રીતે US$75 મિલિયન છે. તેમની માસિક કમાણી 60,000 થી 75,000 રૂપિયાની વચ્ચે છે. રિપોર્ટ્સ અનુસાર, ભરત જૈન પાસે મુંબઈમાં 1.4 કરોડ રૂપિયાના બે ફ્લેટ છે. તેણે થાણેમાં બે દુકાનો પણ ખરીદી છે, જેનાથી તેને 30,000 રૂપિયાની માસિક ભાડાની આવક મળે છે. ભરત જૈન મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અથવા આઝાદ મેદાનમાં ભીખ માગતા જોવા મળે છે.
આટલા અમીર હોવા છતાં પણ ભરત જૈન મુંબઈમાં ભીખ માંગતો જોવા મળે છે. મોટાભાગના લોકો 12-14 કલાક કામ કરીને પણ એક દિવસમાં હજાર રૂપિયા કમાતા નથી, પરંતુ ભરત જૈન લોકોની મહેરબાનીથી દરરોજ 10 થી 12 કલાકમાં 2000-2500 રૂપિયા ભેગા કરે છે. ભરત જૈન અને તેમનો પરિવાર પરેલમાં 1BHK ડુપ્લેક્સ આવાસમાં રહે છે. અને પરિવાર ભરતને વારંવાર ભીખ ન માંગવાની સલાહ આપે છે, પરંતુ ભરત સાંભળતો નથી અને ભીખ માંગવાનું કામ ચાલુ રાખે છે. ભરત જૈન પરેલમાં રહે છે અને તેમના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં ભણતા હતા. ભરત જૈનના પરિવારના અન્ય સભ્યો સ્ટેશનરીની દુકાન ચલાવે છે.