દૂધના ભાવમાં થયો ફરી વધારો, હવે આટલા રૂપિયે મળશે લીટરનું પાઉચ

Business
Business

કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) એ મંગળવારે (25 જૂન) સમગ્ર રાજ્યમાં નંદિની દૂધના ભાવમાં રૂ. 2નો વધારો કર્યો છે. ભાવ વધારા અંગેના સત્તાવાર નોટિફિકેશનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફેડરેશન વધારા માટે 50 મિલી વધુ આપશે. મંગળવારે બેંગલુરુમાં બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં KMFના પ્રમુખ ભીમા નાઈકે આ જાહેરાત કરી હતી. સુધારેલા ભાવ સાથે, કર્ણાટકમાં નંદિની દૂધની કિંમત હવે પ્રતિ લિટર રૂ. 44 થશે, જે અગાઉ રૂ. 42 પ્રતિ લિટર હતી. KMFએ છેલ્લે જુલાઈ 2023માં નંદિની દૂધના ભાવમાં વધારો કર્યો હતો, જેનાથી એક વર્ષથી ઓછા સમયમાં આ બીજો ભાવ વધારો થયો હતો.

KMFના એક નિવેદન અનુસાર, કર્ણાટક ભારતમાં દૂધનું બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક છે અને દક્ષિણ ભારતમાં સૌથી વધુ ઉત્પાદક છે. તેમણે કહ્યું, ‘અમે ટૂંક સમયમાં એક કરોડ લિટર પ્રતિ દિવસનું ઉત્પાદન હાંસલ કરીશું. KMF તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 27 લાખ ખેડૂતો KMFને દૂધ સપ્લાય કરે છે અને ફેડરેશન ખેડૂતો અને ગ્રાહકો બંનેના કલ્યાણની ખાતરી કરવા માટે બંધાયેલા છે.

હાલમાં, રેગ્યુલર નંદિની ટોન્ડ મિલ્ક (બ્લુ પેકેટ)ની કિંમત પ્રતિ લિટર રૂ. 42 છે અને તે વધીને રૂ. 44 થશે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.