આગામી સમયમાં દિલ્હીમાં મોટા ફેરફારની શક્યતાઓ જોવા મળી
સુપ્રીમ કોર્ટમાં મળેલા વિજય પછી અરવિંદ કેજરીવાલ સરકારની પાસે દિલ્હીના અધિકારીઓનું નિયંત્રણ આવી ગયું છે.એલજી વી કે સકસેનાએ સેવા વિભાગ સાથે જોડાયેલ ફાઇલો મુખ્યપ્રધાનને મોકલી દીધી છે.ત્યારે ટૂંક સમયમાં દિલ્હીમાં મોટા વહીવટી ફેરફાર જોવા મળી શકે છે.સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તરત કેજરીવાલે આ અંગેની જાહેરાત કરી દીધી હતી અને થોડા કલાકોમાં સેવા સચિવની બદલી કરી નાખી હતી.આ અગાઉ વહીવટી સેવાઓનું નિયંત્રણ દિલ્હીના ઉપરાજ્યપાલની પાસે હતું અને તેનાથી જોડાયેલી ફાઇલો એલજીની પાસે જતી હતી.આમ લાંબા સમય બાદ કેજરીવાલ સરકારને અધિકારીઓના ટ્રાન્સફર તેમજ પોસ્ટિંગના અધિકાર દિલ્હી સરકારને મળ્યા છે.સેવા સચિવની બદલી થયા પછી વિજિલન્સના સ્પેશિયલ સેક્રેટરી વાય.વી રાજશેખર પાસેથી પણ તેમનું કામકાજ પરત લઇ લેવામાં આવ્યુ છે.