મા-બાપે દીકરાને 2 વર્ષ સુધી 22 કૂતરાઓ સાથે ઘરમાં રાખ્યો કેદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પુણેના કોંઢવા વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં મા-બાપે 11 વર્ષના દીકરાને 22 કૂતરાઓ સાથે છેલ્લા 2 વર્ષથી કેદ (parents imprisoned the son) કરી રાખ્યો હતો. માતા-પિતા કેટલીકવાર તેને મળવા જતા હતા. બુધવારે મોડી રાત્રે આ મામલે કાર્યવાહી કરતા પોલીસે આરોપી માતા-પિતાની ધરપકડ કરી છે.

મોટાભાગના કૂતરાઓ રસ્તા પરથી ઉપાડવામાં આવ્યા હતા

પુણે પોલીસના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સરદાર પાટીલે કહ્યું કે, અમે સંજય લોઢિયા અને શીતલ લોઢિયાની બાળકને ઘરમાં કેદ કરવા બદલ ધરપકડ કરી છે. બંને કોંઢવાના કૃષ્ણાઈ બિલ્ડિંગમાં રહે છે. તેમણે પોતાના ઘરમાં 22 કૂતરા રાખ્યા હતા. આમાંથી મોટાભાગના રસ્તા પરથી ઉપાડવામાં આવ્યા હતા. પાટીલે જણાવ્યું કે, આરોપી દંપતી ઘરે ખાવાનું આપવા માટે આવતું હતું અને થોડો સમય ત્યાં રોકાયા બાદ પરત જતું હતું.

ઘરમાંથી દુર્ગંધ આવતી હતી

પાટીલે જણાવ્યું કે, કૃષ્ણાઈ બિલ્ડીંગના કેટલાક રહેવાસીઓએ ઘરમાં કેદ થયેલા બાળકને બારી પાસે ઊભા રહીને વિચિત્ર હરકતો કરતા જોયો, ત્યારબાદ તેમણે ચાઈલ્ડ લાઈનની અનુરાધા સહસ્રબુદ્ધેને ફોન કરીને તેની જાણ કરી. આ બાળક સામાન્ય રીતે બાલ્કની અથવા બારી પર બેસતું. દિવસભર કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાતો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાંથી દુર્ગંધ આવતી હતી, ત્યારબાદ પાડોશીઓએ નારાજ થઇને ફરિયાદ કરી.

દરોડો પાડીને બાળકને છોડાવવામાં આવ્યા

ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ચાઈલ્ડ લાઈનની મદદથી કૃષ્ણાઈ બિલ્ડીંગના ફ્લેટમાં દરોડો પાડીને બાળકને છોડાવ્યો હતો. બાદમાં, તેને બાળ કલ્યાણ કેન્દ્ર દ્વારા ચિલ્ડ્રન્સ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે. માતા અને પિતા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 23 અને 28 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસનું સૌથી દર્દનાક પાસું એ છે કે બાળકને 22 કૂતરા સાથે એક બેડરૂમના મકાનમાં રહેવાની ફરજ પડી હતી.

કૂતરા જેવી હરકતો કરતો હતો બાળક

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી દંપતીને કૂતરા પાળવાનો શોખ હતો. તે ઘણીવાર કૂતરાઓને ઘરમાં લાવતો અને તેમની સાથે રહેવાથી બાળકમાં સમાન લક્ષણો જોવા મળતા. પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે, બાળક બારીમાં બેસીને કૂતરાની જેમ હરકતો કરતો હતો. કોરોનાને કારણે શાળાઓ 2 વર્ષથી બંધ હતી. શાળા શરૂ થતાં બાળકે શાળાના અન્ય બાળકોને પણ કૂતરાની બટકાં ભર્યા હતા. આ દાવાની પુષ્ટિ કરવા માટે પોલીસ ગુરુવારે શાળામાં જઈને મામલાની તપાસ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.