
ધો.10ની ફેર પરીક્ષાના ઓનલાઇન ફોર્મ આજથી ભરી શકાશે
મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા આગામી જુલાઈ-ઓગસ્ટમાં લેવાનારી ધો.10ની ફેર પરીક્ષા માટે 7મી જૂનથી અરજી કરી શકાશે.જેથી વિદ્યાર્થીઓનું સમગ્ર વર્ષ બગડે નહીં.જેમાં ધો.10નું બોર્ડનું પરિણામ વર્તમાનમાં જ જાહેર થયું હતું,પરંતુ આ પરીક્ષામાં ધાર્યા માર્ક ન મળતાં અનેકને પોતાની પસંદગીની કોલેજ મળી શકે તેમ નથી.આથી આ વિદ્યાર્થીઓને શ્રેણી સુધારનો વિકલ્પ પસંદ કરે છે આ સિવાય કોઈ વિદ્યાર્થી એકાદ-બે વિષયમા નાપાસ થાય હોય તો તે પણ ફેર પરીક્ષાનો લાભ લઈ શકે છે.જેના માટે વિદ્યાર્થીઓ 7મી જૂન થી 16 જૂન સુધી અરજી કરી શકશે તેમજ માધ્યમિક સ્કૂલો 8 થી 22 જૂન દરમિયાન બેન્કમાં ચલાન દ્વારા ફી ભરી શકશે.આ સાથે સ્કૂલો આગામી 23 જૂન સુધીમાં વિદ્યાર્થીઓની યાદી ડિવિઝનલ બોર્ડને સોંપી શકશે.જો વિદ્યાર્થીઓને એટીકેટી લાગી હોય અને આ પરીક્ષામાં તેઓ પાસ થઈ જાય તો તેમને ધો.12માં એડ્મિશન દરમિયાન રોકવામાં આવતા નથી.આથી આ પરીક્ષા પાસ કરવી ખાસ જરૃરી બની રહી છે.