
દેશની ડંપિંગ સાઈટ સ્વાસ્થ્ય માટે જોખમી બની
દેશમાં મોટાભાગની ડમ્પસાઈટ કાં તો ખુલ્લામાં અથવા અર્ધનિયંત્રિત છે.જેમા મોટાભાગના અવૈજ્ઞાનિક રીતે ડિઝાઇન તેમજ સંચાલિત છે.જેના કારણે કાયમી ધોરણે કામ થતું નથી.ત્યારે આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોમાં ઉલ્લેખિત સેનિટરી ડમ્પસાઈટના ધોરણોનું પાલન કરતા નથીઆ ડમ્પંસાઇટ મિથેન,કાર્બન ડાયોક્સાઇડ,હાઇડ્રોજન સલ્ફાઇડ અને અસ્થિર કાર્બનિક સંયોજનો જેવા ગેસના સ્ત્રોત છે.જેમાંથી ઉત્પન્ન થતા ગેસ શહેરો અને આસપાસના વિસ્તારોમા ફરી રહ્યા છે જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.જે ડમ્પસાઈટ કાર્બનિક સંયોજનોમાં બેન્ઝીન, ફોર્માલ્ડિહાઇડ અને બેન્ઝો પાયરીન જેવા રાસાયણિક તત્વોનું ઉત્સર્જન કરે છે.આ કેન્સરનું જોખમ ઊભું કરે છે.કચરાના વિશાળ ઢગલા આજુબાજુના સમગ્ર વિસ્તારને જોખમી રીતે અસર કરે છે.ડમ્પસાઈટની હાનિકારક અસરો હોવાછતાં દેશમાં સ્થિત ઘણા શહેરોમાં ડમ્પસાઈટની નજીક રહેતા લોકોના આરોગ્ય અસરો પર વધુ સંશોધન કરવામાં આવ્યું નથી.જેમા ધીરેધીરે બળી રહેલા ડમ્પસાઈટમાંથી નીકળતા ડાયોક્સિન અને ફ્યુરાન્સ જેવા પ્રદૂષકો માનવી માટે ધીમું ઝેર છે.આ કારણે પ્રજનન ક્ષમતામાં ઘટાડો, ફેફસાના રોગો અને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે.મોટા કચરાને બાળવાથી ઉત્સર્જિત ડાયોક્સિન ઝેર સમાન છે.આ કારણે બાળકોને પણ ઘણું નુકસાન થઈ શકે છે.બાળકોની નર્વસ સિસ્ટમ સંપૂર્ણ રીતે વિકસિત થતી નથી.આ ઉપરાંત સળગતા કચરાના ઢગલા ખાસ કરીને ફક્ત પ્લાસ્ટિક ઉત્પાદનો અને ટાયરને બાળવાથી અન્ય રસાયણો સાથે બેન્ઝીન સ્ટાયરીન અને બ્યુટાડીન જેવા રસાયણોનું ઉત્સર્જન કરે છે,જે અત્યંત હાનિકારક છે.