સૌથી મોંઘી માટી, મંગળની માટી ધરતી પર લાવવા માટે NASA નવ અબજ ડોલરનો ખર્ચ કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મંગળના ગ્રહ પરથી એકઠી કરવામાં આવેલી માટી હવે પૃથ્વી પર લાવવામાં આવી રહી છે. જો આ પ્લાન સફળ થયો તો આ માટી પૃથ્વી પરનો સૌથી મોંઘો પદાર્થ બની જશે.

અમેરિકન અવકાશી સંસ્થા નાસાએ લાલ ગ્રહ પર એટલે મંગળ પર પ્રાચીન કાળમાં જીવન હતુ કે નહીં તપાસ કરવા માટે બે પાઉન્ડ એટલે કે એક કિલો જેટલી માટી પૃથ્વી પર લાવવાનુ નક્કી કર્યુ છે. જો અત્યારના ખર્ચની રીતે જોવામાં આવે તો નાસા ત્રણ મિશનો પર નવ અબજ ડોલર ખર્ચ કરવાની છે. બીજી રીતે કહીએ તો મંગળ પરની માટી ધરતી પર આવી તો તેની પાછળનો થનારો ખર્ચ બે પાઉન્ડ સોનાની કિેંમત કરતા બે લાખ ગણો વધારે હશે.

માટી માટે નાસાએ ત્રણ મિશન હાથ ધવાનુ નક્કી કર્યુ છે.પહેલા મિશનમાં મંગળ ગ્રહની માટીના નમૂનાની તપાસ કરવામાં આવશે.બીજા મિશનમાં નમૂના એકઠા કરવામાં આવશે અને તેને મંગળની ભ્રમણકક્ષામાં મોકલવા માટે લોન્ચરમાં પેક કરવામાં આવશે. જ્યારે નાસાનુ ત્રીજી મિશન માટી પાછી લાવવાનુ રહેશે.

આ સંદર્ભમાં પહેલુ મિશન પરસિવરન્સ રોવરના સ્વરુપે 2020માં લોન્ચ કરાયુ હતુ. રોવરે ફેબ્રુઆરી 2021માં ગ્રહ પર લેન્ડિંગ કર્યુ હતુ. હાલમાં આ રોવર માર્સના એક ક્રેટર પાસે પ્રાચીન જીવનની નિશાનીઓ શોધવામાં વ્યસ્ત છે. આ ક્રેટર એટલે કે વિશાળ ખાડો અગાઉ માર્સ પરનુ વિશાળ જળાયશ હોવાનુ મનાય છે. જે અબજો વર્ષ પહેલા ગાયબ થઈ ગયુ હતુ. પાણીની હાજરી અહીંયા જીવન પાંગર્યુ હતુ કે નહીં તે શોધવા માટે સારામાં સારી નિશાની છે.

રોવર પર આ માટે હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે. રોવર દ્વારા 2023 સુધીમાં નમૂના એકઠા કરવાનુ કામ પુરુ થઈ જશે. જોકે ધરતી પર આ નમૂના પાછા લાવવામાં બીજા દસ વર્ષ નિકળી જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.