હવામાન વિભાગે કરી મહત્વની આગાહી, ગુજરાત સહીત આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.હવામાન વિભાગની આગાહી મુજબ આજે પૂર્વ ઉત્તર પ્રદેશના 43થી વધુ જિલ્લામાં ભારે વરસાદને જોતા એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ શુષ્ક હવામાનની સાથે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં વરસાદ ચાલુ છે.

મધ્યપ્રદેશના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાનશાસ્ત્રીઓનું અનુમાન છે કે 2-3 દિવસ પછી રાજ્યમાં ચોમાસાના પવનનો વિસ્તાર ફરી વિકસશે. આ સાથે રાજ્યના ભોપાલ, ગ્વાલિયર, ચંબલ, રીવા, ઈન્દોર અને ઉજ્જૈનમાં 22-23 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડના હવામાનની વાત કરીએ તો ફરી એકવાર હવામાન કેન્દ્રે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેહરાદૂન, નૈનીતાલ અને બાગેશ્વરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ

આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, પશ્ચિમ બંગાળ, ઓડિશાના ભાગો, ઝારખંડ, તમિલનાડુ, કેરળ અને દક્ષિણ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ રાજ્યોમાં આજે ભારે વાદળો છવાયેલા રહેશે

પૂર્વોત્તર ભારત, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કોંકણ અને ગોવા, આંદામાન અને લક્ષદ્વીપ, તેલંગાણા અને આંતરિક ભાગોમાં  મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 21મી સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ, મરાઠવાડા અને આંધ્રપ્રદેશમાં વરસાદની સંભાવના છે.

યુપીમાં એલર્ટ

ઉત્તર પ્રદેશમાં ગયા અઠવાડિયે આપત્તિજનક વરસાદ થયો હતો જેના કારણે ઘણા શહેરોમાં પાણી ભરાઈ જવાથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવે આગામી બે દિવસ માટે હવામાનને લઈને પણ સાવચેતી રાખવી પડશે. હવામાન વિભાગે 45 થી વધુ જિલ્લાઓમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. પ્રયાગરાજ, વારાણસી, ગાઝીપુર, આઝમગઢ, ગોરખપુર, ગોંડા, સીતાપુરથી લઈને પીલીભીત, બરેલી, બિજનૌર સુધી ખરાબ હવામાનની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.