ચોવીસ કલાકમાં સૌથી વધુ ૨૨,૭૭૧ નવા ચેપગ્રસ્તો

રાષ્ટ્રીય
Corona
રાષ્ટ્રીય

નવી દિલ્હી : ભારતમાં અનલોક ૦૧ની જેમ અનલોક – ૦૨ના અમલ સાથે કોરોના વાયરસનો કહેર ખરેખર દેશમાં દિવસેને દિવસે વધતો જ જાય છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ આજ સુધીના તમામ રેકાર્ડ તોડી દીધા છે. ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના કુલ ૨૨,૭૭૧ નવા કેસ નોંધાયા છે અને ૪૪૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૬,૪૮,૩૧૫ પર પહોંચી ચૂકી છે. તેમાંથી ૨,૩૫,૪૩૩ કેસ સÂક્રય છે. જ્યારે અત્યાર સુધીમાં ૩,૯૪,૨૨૬ લોકો સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાને લીધે કુલ ૧૮,૬૫૫ લોકોના મોત થયા છે. જોકે દેશમાં રિકવરી રેટ વધ્યો છે એ રાહતના સમાચાર છે. ગત તા. ૨૪મી જૂનના રોજ રિકવરી રેટ ૫૬ ટકા હતો, જે તા.૬ઠ્‌ઠી જુલાઈને શુક્રવારે ૬૦ ટકાથી વધી ગયો છે.
મહારાષ્ટમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે તો બીજી બાજુ સૌથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ૬,૩૬૪ નવા કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. તેમજ ૧૯૮ લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે. રાહતના સમાચાર છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સોથી વધુ ૩,૫૧૫ દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના ચેપગ્રસ્તોનો આંકડો ૧,૯૨,૯૯૦ થયો છે અને કુલ ૮,૩૭૬ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં ૧,૦૪,૬૮૭ દર્દીઓ સાજા થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.