સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન આજથી લાગૂ થશે

ગુજરાત
ગુજરાત

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. કેટલાય રાજ્યો એવા છે, જ્યાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે. જેના કારણે ખતરો હજૂ પણ વધશે. કોરોનાને રોકવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જે ગાઈડલાઈન જાહેર કરી છે. તે આજથી સમગ્ર દેશમાં લાગૂ થવા જઈ રહી છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને અપીલ કરી છે, જે પણ ગાઈડલાઈન જાહેર કરી છે, તેનું તમામ રાજ્યોએ કડકાઈ સાથે લાગૂ કરવી. આ ઉપરાંત ભીડ નિયંત્રણ કરવા માટે પણ કહેવાયુ છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારો કોરોનાના સંક્રમણને રોકવા માટે હાથવગા ઉપાય એવા રાત્રિ કર્ફ્યૂને પણ લગાવી શકે છે. આ દિશા-નિર્દેશો હવે 31 ડિસેમ્બર સુધી પ્રભાવી રહેશે.

_ કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર ક્યાંય પણ લોકડાઉન લગાવતા પહેલા રાજ્યોએ કેન્દ્ર સરકાર સાથે વિચાર વિમર્શ કરવાનું રહેશે.

_ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોની યાદી બનાવામાં આવે, તથા ઓળખ કરી તેને ક્વારન્ટાઈન કરવામાં આવે. સંક્રમણના મામલે 14 દિવસ સુધી ધ્યાન રાખવાનું રહેશે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોને 80 ટકા લોકોમાં 72 કલાકની અંદર ખબર પડી જાય છે.

_ ભીડ વાળી જગ્યા, બજાર, હાટ, મોલ જેવા સાર્વજનિક સ્થળો પર યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે જરૂરી છે. કોરોનાને રોકવામાં યોગ્ય રણનીતિ બનાવી, અન્ય ઉપાયો પર પણ ધ્યાન આપવું. ગૃહમંત્રાલયે આપેલી ગાઈડલાઈનનું કડકાઈ સાથે પાલન કરાવવું.

_ સ્થાનિક પોલીસ, જિલ્લા પોલીસ અને મુખ્ય પોલીસ અધિકારીઓ એ વાતને નક્કી કરી જવાબદારી સાથે કોરોના નિયંત્રણમાં કડકાઈ સાથે નિયમોનું પાલન કરાવે.

_ સિનેમા હોલ અને થિયેટરોની બેઠકમાં 50 ટકા ક્ષમતા સાથે સંચાલનની અનુમતી આપવામાં આવી છે.

_ સામાજિક, રમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડાની સ્થિતીમાં એક હોલમાં વધુમાં વધુ ક્ષમતા 50 ટકાની સાથે 200 લોકો સુધીની જ મંજૂરી છે. ખુલ્લી જગ્યામાં મેદાનના હિસાબે લોકોને છૂટ આપી શકાશે. જો કે, પરિસ્થિતીનું આકલન કર્યા બાદ આ નિર્ણય લઈ શકાશે. રાજ્ય સરકારો બંધ જગ્યામાં 100 લોકોને સિમિત છૂટ આપી શકશે.

_ લોકોને રાજ્યોની અંદર અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા જવા અને સામાન લાવવા અથવા લઈ જવા કોઈ પ્રતિબંધો નથી. આ પ્રકારની અવર જવર માટે કોઈ પણ પ્રકારની મંજૂરી કે, ઈ પરમિટની જરૂર નથી.

_ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી પ્રવૃતિઓની જ છૂટ હશે, જે અંતર્ગત આવતા લોકોને કડકાઈ સાથે નિયમોનું પાલન કરવાનું રહેશે. ફક્ત જરૂરી દવા અથવા જરૂરી સામાન માટેની સેવાઓ શરૂ કરવાની મંજૂરી મળશે.

_ સંક્રમિત લોકોની ઓળખ થતાં ટીમ ઘરે ઘરે જઈને સર્વેક્ષણ હાથ ધરશે.ઈન્ફ્લુએંજા જેવી બિમારી, શ્વસન સંબંધિત બિમારીના કેસના પણ સર્વે થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.